Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મની લૉન્ડરિંગ કેસમાં ચંદા કોચરે કરી જામીનની અરજી

મની લૉન્ડરિંગ કેસમાં ચંદા કોચરે કરી જામીનની અરજી

13 February, 2021 11:17 AM IST | Mumbai
Gujarati Mid day Correspondent

મની લૉન્ડરિંગ કેસમાં ચંદા કોચરે કરી જામીનની અરજી

ચંદા કોચરે

ચંદા કોચરે


દેશની ટોચની કૉર્પોરેટ બૅન્કોમાંથી એક આઇસીઆઇસીઆઇ બૅન્કનાં ભૂતપૂર્વ સીઈઓ ચંદા કોચરે ગઈ કાલે સ્પેશ્યલ (પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ) કોર્ટમાં હાજર થઈને જામીન માટે અરજી કરી હતી. ચંદા કોચરે તેમના વકીલ વિજય અગ્રવાલ દ્વારા કરેલી જામીનઅરજી બાબતે સ્પેશ્યલ કોર્ટના જજ એ. એ. નાંદગાવકરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનો જવાબ માગ્યો હતો.

આઇસીઆઇસીઆઇ બૅન્ક-વિડિયોકૉન મની લૉન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ચાર્જશીટના આધારે સ્પેશ્યલ કોર્ટે ૩૦ જાન્યુઆરીએ ચંદા કોચર, તેમના પતિ દીપક કોચર, વિડિયોકૉન ગ્રુપના પ્રમોટર વેણુગોપાલ ધૂત તથા અન્ય આરોપીને સમન્સ મોકલ્યા હતા. સીબીઆઇએ ચંદા અને દીપક કોચર, વેણુગોપાલ ધૂત તથા અન્યો સામે મની લૉન્ડરિંગના આરોપસર એફઆઇઆર નોંધ્યા પછી ૨૦૨૦ના સપ્ટેમ્બર મહિનામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ક્રિમિનલ કેસ ફાઇલ કરીને દીપક કોચરની ધરપકડ કરી હતી.



મની લૉન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એવો આરોપ મૂક્યો હતો કે ‘૨૦૦૯માં આઇસીઆઇસીઆઇ બૅન્કનાં સીઈઓ ચંદા કોચરની અધ્યક્ષતા હેઠળની કમિટીએ વિડિયોકૉન ઇન્ટરનૅશનલ ઇલેક્ટ્રૉનિક્સની ૩૦૦ કરોડ રૂપિયાની લોન મંજૂર કર્યા પછી એ લોનની રકમ સપ્ટેમ્બર મહિનાની ૭ તારીખે કંપનીને આપવામાં આવી હતી. ત્યાર પછી બીજા દિવસે ૮ સપ્ટેમ્બરે લોનની એ રકમમાંથી ૬૪ કરોડ રૂપિયા દીપક કોચરની માલિકીની ન્યુપાવર રિન્યુએબલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.’


Whatsapp-channel Whatsapp-channel

13 February, 2021 11:17 AM IST | Mumbai | Gujarati Mid day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK