મારી પ્રાયોરિટી ગાર્ડન અને ઇનોવેટિવ પાર્ક : ચંદા જાધવ

Published: 10th October, 2012 08:30 IST

મુલુંડ-ઈસ્ટ અને વેસ્ટ સુધરાઈના જે વૉર્ડ હેઠળ આવે છે એ T વૉર્ડનાં નવાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર (એએમસી) ચંદા જાધવે મુલુંડને હરિયાળું બનાવવાનો નર્ધિાર કર્યો છે અને આને માટે ફરજ પર જોડાવાની સાથે જ તેમણે કામ પણ શરૂ કરી દીધું છે.અંકિતા સરીપડિયા

મુલુંડ-ઈસ્ટ અને વેસ્ટ સુધરાઈના જે વૉર્ડ હેઠળ આવે છે એ T વૉર્ડનાં નવાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર (એએમસી) ચંદા જાધવે મુલુંડને હરિયાળું બનાવવાનો નર્ધિાર કર્યો છે અને આને માટે ફરજ પર જોડાવાની સાથે જ તેમણે કામ પણ શરૂ કરી દીધું છે. ગુરુવારે ૪ ઑક્ટોબરે ચંદા જાધવે મુલુંડનાં એએમસી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. તેમણે સૌથી પહેલાં મુલુંડમાં આવેલાં સુધરાઈનાં કેટલાંક ગાર્ડન અને આર. જી. માટે અનામત રાખવામાં આવેલા પ્લૉટની મુલાકાત લીધી હતી અને તેમણે મુલુંડવાસીઓ માટે નવાં ગાર્ડન અને ઇનોવેટિવ થીમ પાર્ક બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આ પહેલાં ચંદા જાધવ મુંબઈ મહાનગરપાલિકાના દક્ષિણ મુંબઈના C વૉર્ડમાં એએમસી હતાં.

T વૉર્ડનાં ૪૦ વર્ષનાં નવાં એએમસી ચંદા જાધવે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘મને મુલુંડમાં પ્રવેશ કર્યાને હજી એક જ દિવસ થયો છે એથી મેં હજી સુધી મુલુંડની બાઉન્ડરી જ જોઈ છે. એટલે હજી સુધી મને મુલુંડના નાગરિકોની વિવિધ સમસ્યાઓ વિશેની ખાસ કોઈ જાણકારી નથી. જોકે આગામી દિવસોમાં નાગરિકોની વિવિધ સમસ્યાઓ વિશેની માહિતી મેળવવાનો મારો પ્રયાસ રહેશે. એ સિવાય મેં જે પણ વિસ્તારની મુલાકાત લીધી છે ત્યાંના સુધરાઈના ખાલી પ્લૉટનો સદુપયોગ કરવાના હેતુથી એના પર રેક્રીએશન ગાર્ડન અથવા ઇનોવેટિવ થીમ પાર્ક મુલુંડવાસીઓ તેમ જ બહારના લોકો માટે બનાવવાનો પ્રોજેક્ટ મેં હાથ ધર્યો છે અને આ રીતે હું એક પછી એક પ્રોજેક્ટ હાથમાં લઈને મુલુંડવાસીઓની સમસ્યાઓનો ઉકેલ લાવવાની પૂરી કોશિશ કરીશ.’

તેમની પ્રોફાઇલ વિશે જણાવતાં ચંદા જાધવે કહ્યું હતું કે ‘T  વૉર્ડમાં પોસ્ટ મળતાં પહેલાં હું C વૉર્ડમાં એએમસી તરીકે કામ કરતી હતી. ત્યાં મેં ફેરિયાઓ, પાણીની સમસ્યા, રસ્તાની સમસ્યાઓ જેવી અનેક સમસ્યાઓનું નિરાકરણ કર્યું હતું. C વૉર્ડની ખાઉગલી, એલ. ટી. રોડ, પાયધુનીમાં આવેલા સ્ટેશનરીની દુકાનો માટે જાણીતા ઇબ્રાહિમ રહિમતુલ્લા રોડ પરથી ફેરિયાઓનું અતિક્રમણ હટાવ્યું હતું અને એનાથી લોકોને ખૂબ રાહત મળી હતી.’

તેમણે ઉમેર્યું હતું કે ‘મેં મારું એજ્યુકેશન નાનપણથી મુંબઈમાં જ કર્યું છે. હું પણ એક મુંબઈકર જ છું અને હાલમાં હું ન્યુ પનવેલમાં રહું છું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK