૨૦ બૉયફ્રેન્ડ, ૫૦ ચોરી

Published: 28th September, 2012 05:19 IST

મિત્રો સાથે શારીરિક સંબંધ રાખી તેમને ખુશ રાખવા ટ્રેનમાં ચેઇન-સ્નૅચિંગ અને ચોરી કરતી ૨૫ વર્ષની યુવતીની ધરપકડ૨૦ બૉયફ્રેન્ડ્સને ખુશ રાખવા ટ્રેનમાં ચેઇન-સ્નૅચિંગ અને ચોરી કરતી ૨૫ વર્ષની રેશમા ઉર્ફે‍ યાસ્મિનની કુર્લા ગવર્નમેન્ટ રેલવે પોલીસે (જીઆરપી) તાજેતરમાં ધરપકડ કરી હતી. ૧૭થી ૨૦ વર્ષની વયના યુવાનોને રેશમા તેના બૉયફ્રેન્ડ બનાવતી હતી અને મોજમસ્તી કરવા તેમની સાથે શારીરિક સંબધો પણ રાખતી હતી. રેશમા અને તેની સાથીદાર સાયરા શેખ બારગર્લ છે. તેમની કરવામાં આવેલી પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે રેશમા અને સાયરા હાથમોજાં પહેરીને લોકલ ટ્રેનમાં ચેઇન-સ્નૅચિંગ કરતી હતી અને તેમની વિરુદ્ધ લગભગ ૫૦ કેસ નોંધાયા છે. હાલમાં પોલીસ તેમની પાસેથી જ્વેલરી રિકવર કરવાનો પ્રયત્ન કરી રહી છે. ચોરી કરેલી જ્વેલરી જ્યાં વેચી એ જ્વેલર્સનાં નામ પણ તેમણે પોલીસને કહ્યાં નથી.

પોલીસે કહ્યું હતું કે ‘માસ્ટર-માઇન્ડ રેશમા દેખાવમાં ઘણી સુંદર છે અને તેના ૨૦ બૉયફ્રેન્ડ છે. બૉયફ્રેન્ડ્સનો ખર્ચો ઉપાડી શકે એ માટે રેશમા ચોરી કરતી હતી અને તેમની સાથે સેક્સ્યુઅલ રિલેશનશિપ રાખ્યા બાદ તેઓ તેને છોડી ન જાય એ માટે બૉયફ્રેન્ડ્સને રૂપિયા પણ આપતી હતી. રેશમા બૉયફ્રેન્ડ્સને ખુશ કરવા તેમને પૉશ હોટેલમાં પણ લઈ જતી. તેના સારા દેખાવનો ઉપયોગ કરીને તે યુવાનોને આકર્ષતી હતી. રેશમા અને સાયરા પર ઘણા કેસ છે એટલે રેલવે ક્રાઇમ બ્રાન્ચ પણ આ યુવતીઓને કસ્ટડીમાં લેવા ઇચ્છી રહી છે. તેમની કાર્યપદ્ધતિ પ્રમાણે રેશમા અને સાયરા ટ્રેનમાં સૌથી વધુ ઘરેણાં પહેર્યા હોય એવી મહિલાને શોધી કાઢતી. ત્યાર બાદ તે મહિલા પાસે ઊભી રહી એકબીજા સાથે ઝઘડો કરતી અને બન્નેમાંથી એક જણ મહિલાએ ગળામાં પહેરેલી ચેઇન ચોરી લેતી.

રેશમા અને સાયરા ટ્રેન સ્ટેશન પરથી ઊપડીને સ્પીડ પકડે એ દરમ્યાન ટ્રેનમાં રહેલી મહિલાની ચેઇન ખેંચી લેતી હતી અને ચાલતી ટ્રેનમાંથી સ્ટેશન પર કૂદકો મારીને ભાગી જતી. કુર્લા જીઆરપીના શિવાજી ધુમલે કહ્યું હતું કે હાલમાં અમે રેશમા અને સાયરાને કસ્ટડીમાં લીધી છે અને વધુ તપાસ કરી રહ્યા છીએ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK