Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Chadrayaan 2: જ્યાં વિક્રમ થયું લેન્ડ ત્યાંની તસવીરો નાસાએ કરી જાહેર

Chadrayaan 2: જ્યાં વિક્રમ થયું લેન્ડ ત્યાંની તસવીરો નાસાએ કરી જાહેર

27 September, 2019 09:34 AM IST | મુંબઈ

Chadrayaan 2: જ્યાં વિક્રમ થયું લેન્ડ ત્યાંની તસવીરો નાસાએ કરી જાહેર

વિક્રમ થયું લેન્ડ ત્યાંની તસવીરો નાસાએ કરી જાહેર

વિક્રમ થયું લેન્ડ ત્યાંની તસવીરો નાસાએ કરી જાહેર


NASAએ શુક્રવારે પોતાના લૂનર ટોહી કેમેરાથી લેવામાં આવેલી હાઈ રીઝૉલ્યૂશન તસવીરો જાહેર કરી છે. નાસાએ ચંદ્રમાના એ ભાગની તસવીરો જાહેર કરી છે, જ્યાં ભારતે મિશન ચંદ્રયાનના લેન્ડર વિક્રમે લેન્ડિંગની કોશિશ કરી હતી. નાસાએ તસવીરો જાહેર કરીને જણાવ્યું કે લેન્ડર વિક્રમે ચંદ્રની સપાટી પર હાર્ડ લેન્ડિંગ કર્યું હતું. પરંતુ નાસાએ સાથે જ કહ્યુંકે લેન્ડર વિક્રમના સટીક સ્થાનની હજી સુધી ખબર નથી પડી.

લેન્ડર વિક્રમને શોધવાનો પ્રયાસ
ઈસરોએ ચંદ્રયાન-2ની સાથે વિક્રમ નામના લેન્ડરને મોકલ્યું હતું, ચંદ્રમાની ધરતી પર પહોંચતા પહેલા જ તેનો પણ ઈસરો સાથે સંપર્ક તૂટી ગયો. તેને ચંદ્રમાંના દક્ષિણી ધ્રુવ પાસે ઉતરવાનું હતું પરંતુ તે તેમા સફળ ન થયું. નાસાના રીકૉન્સેન્સ ઑર્બિટરે આ અઠવાડિયે એ જગ્યાએથી ઉડાન ભરી હતી, જ્યાં પર લેન્ડર વિક્રમ હોવાની સંભાવના હતા. પરંતુ સૂરજની રોશની ઓછી હોવાના કારણે લેન્ડર વિક્રમ સરખું ને દેખાયું. જે બાદ નાસાએ તેની તસવીરો લીધી છે.

NASA



નાસાના લૂનર રીકૉન્સેન્સ ઑર્બિટરે ચંદ્રની સપાટી પાસેથી પસાર થતા આ તસવીરો લીધી છે.


NASS

વિક્રમ લેન્ડરે 7 સપ્ટેમ્બરે ઈસરો સાથે સંપર્ક ખોરવાયા પહેલા સિમ્પલિયન એન અને મંઝિનસ સી ક્રેટર્સ વચ્ચે એક નાના પેચ પર સોફ્ટ લેન્ડિંનો પ્રયાસ કર્યો હતો.


આ પણ જુઓઃ સફળ થવાના અડગ 'નિશ્ચય' સાથે આ અભિનેતા કરી રહ્યા છે કમબેક, જાણો તેની સફર

લેન્ડર વિક્રમને પૃથ્વીના 14 દિવસ માટે કામ કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું હતું. જ્યાં સુધી સૂર્ય અસ્ત અને ચંદ્રની રાત્રિ તેના ઉપકરણોને ફ્રીઝ ન કરી દે. આ સમય સીમા હવે આવી ગઈ છે, અને વિક્રમ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

27 September, 2019 09:34 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK