કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં પતંગ ચગાવી

Published: 14th January, 2021 20:17 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ગયા વર્ષે 2020માં અમિત શાહે અમદાવાદમાં જ ઉત્તરાયણની ઉજવણી કરી હતી

તસવીર સૌજન્ય - એએનઆઇ
તસવીર સૌજન્ય - એએનઆઇ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણની ઉજવણી માટે આજે અમદાવાદમાં છે. તેઓ દર વર્ષે ઉત્તરાયણ પોતાના પરિવાર સાથે ઉજવે છે ત્યારે આ વર્ષે પણ તે અમદાવાદમાં જ રહ્યા જેથી ઉત્તરાણ પરિવાર સાથે ઉજવવાની પરંપરા તુટે નહીં.  તેમણે પોતાની પતંગ ચગાવવા માટે થલતેજના મેપલ ટ્રી ફ્લેટના PME-બ્લોકની પસંદગી કરી. અહીં સમર્થકો અને સ્થાનિકોનો ભેગા થયા હતા. લોકોની શુભેચ્છાઓ બદલ તેમણે આભાર માન્યો હતો. અમિત શાહ થલતેજ પછી ઘાટલોડિયાના અર્જુન ટાવર જવાના હતા પણ તેમણે આ યોજના ટાળી. ગયા વર્ષે 2020માં અમિત શાહે અમદાવાદમાં જ ઉત્તરાયણની ઉજવણી કરી હતી. કોરોનાના કારણે રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે અને માત્ર પરિવારના જ સભ્યો ધાબા પર પતંગ ઉડાડી શકશે તેવા નિયમો જાહેર કર્યાં છે.

દર વર્ષે અમિત શાહ ભાજપના કાર્યકરો સાથે પતંગ ઉડાડવાનો આનંદ માણે છે પણ આ વખતે કોરોનાના સંક્રમણને પગલે ઉત્તરાયણના દિવસે તેઓએ કોઇ જાહેર કાર્યક્રમમાં ગયા નથી. તેઓ થલતેજ અને ઘાટલોડિયા ખાતે ગણતરીના પરિવારના નિકટના મિત્રો સાથે જ ઉતરાયણનો આનંદ માણશે એમ લાગી રહ્યું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK