સરકારે ગઈ કાલે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાને ઑક્સફર્ડ કોવિડ-19 વૅક્સિન કોવિશિલ્ડના ૧.૧ કરોડ ડોઝનો ઑર્ડર આપ્યો હોવાનું જણાવતાં અધિકારીક સૂત્રોએ જણાવ્યું હતું કે જીએસટી સાથે કોવિશિલ્ડના એક ડોઝની કિંમત ૨૧૦ રૂપિયા થાય છે.
ઑર્ડર મૂક્યાની સાંજ સુધીમાં જ વૅક્સિન રવાના કરાશે એમ તેઓએ જણાવ્યું હતું.
વૅક્સિનના અપાયેલા ઑર્ડર મુજબ વૅક્સિનની કિંમત ૨૦૦ રૂપિયા ઠરાવાઈ છે, જેના પર ૧૦ રૂપિયા જીએસટી લાગુ થતાં વૅક્સિનની કિંમત ૨૧૦ રૂપિયા થાય છે.
જાહેર ક્ષેત્રના ઉપક્રમ એચએલએલ લાઇફકૅર લિમિટેડે કેન્દ્રના આરોગ્ય મંત્રાલય વતીથી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (એસઆઇઆઇ)ના સરકારી અને નિયમનકારી બાબતોના ઍડિશનલ નિયામક પ્રકાશકુમાર સિંહના નામે સપ્લાય ઑર્ડર જારી કર્યો હતો.
કોવિશિલ્ડ વૅક્સિનના ડોઝના શરૂઆતમાં ૬૦ કન્સાઇનમેન્ટ રવાના કરાશે, જે ત્યાંથી આગળ વહેંચવામાં આવશે.
આરોગ્ય મંત્રાલય ટૂંક સમયમાં અન્ય ભારત બાયોટેક દ્વારા સંપૂર્ણપણે સ્વદેશી રીતે ભારત બાયોટેક દ્વારા વિકસાવાયેલી કોરોના વાઇરસ વૅક્સિન કોવૅક્સિનની ખરીદી માટે ઑર્ડર મૂકશે.
આ માટેની મીટિંગ ચાલુ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
Share Market: Sensex 746 અંક તૂટ્યું, નિફ્ટી પણ ગબડ્યું, જાણો શું છે કારણ
22nd January, 2021 15:48 ISTકૃષિ ધારાની મોકૂફીના સરકારના પ્રસ્તાવને ખેડૂતોએ ફગાવ્યો
22nd January, 2021 14:23 IST૯૨ દેશોએ ભારત પાસે માગી કોરોનાની રસી
22nd January, 2021 14:01 ISTદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14,545 કેસ નોંધાયા, સક્રિય કેસ ઘટ્યા
22nd January, 2021 13:57 IST