કુર્લામાં એલિવેટેડ સ્ટેશન બાંધવા માટે મધ્ય રેલવેએ પાટા ખસેડ્યા

Published: 25th December, 2020 10:15 IST | Rajendra B Aklekar | Mumbai

હાર્બર લાઇનને તાત્પુરતી ખસેડવામાં આવી છે, નવા ટર્મિનસને કારણે કુર્લાથી નવી મુંબઈ જતી ટ્રેનોને લાભ થશે

એલિવેટેડ કુર્લા સ્ટેશનનો ગ્રાફિક
એલિવેટેડ કુર્લા સ્ટેશનનો ગ્રાફિક

આગામી પાંચમી અને છઠ્ઠી અલાઇનમેન્ટ સાથે રેલવે લાઇનને સંકલિત કરી શકે એ માટે નવા એલિવેટેડ સ્ટેશન માટે સદીઓ જૂની હાર્બર લાઇનને દલદલથી ભરેલી જમીન પર હંગામી રેલવે ટ્રૅક પર ખસેડીને મધ્ય રેલવેએ કુર્લા સ્ટેશનની સમસ્યાને દૂર કરી દીધી છે.

મધ્ય રેલવેના ચીફ પીઆરઓ શિવાજી સુતારે જણાવ્યું હતું કે ‘અમે કામચલાઉ ટ્રૅક તૈયાર કરી છે અને સૅન્ડહર્સ્ટ રોડની જેમ જ કુર્લા ખાતે નવા એલિવેટેડ સ્ટેશનના બાંધકામની સુવિધા કરી આપવા માટે બે નવી હાર્બર લાઇનને અલાઇનમેન્ટ કરવામાં આવશે. આ પ્રોજેક્ટનું લગભગ ૩૫ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.’

એ પ્રોજેક્ટ હવે એવા તબક્કામાં છે કે ટ્રેન એલિવેટેડ રેલવે ચૂનાભઠ્ઠી સ્ટેશન પછી થોડા સમયમાં કુર્લા સ્ટેશન તરફ આગળ વધીને નવા એલિવેટેડ સ્ટેશનમાં પ્રવેશ કરશે.

આ એલિવેટેડ સ્ટેશન ટિળક નગર સ્ટેશન પાસે બંદરગાહ લાઇન પર સાંતાક્રુઝ-ચેમ્બુર લિન્ક ક્રૉસઓવરથી પહેલાં નીચે ઊતરશે. એક અધિકારીએ જણાવ્યાનુસાર બાંધકામની સરળતા રહે એ માટે કુર્લા અને ટિળક સ્ટેશનની નજીકની દલદલવાળી જમીન પર બે ટ્રૅકનો એક નવો સેટ તૈયાર કરવામાં આવ્યો છે. કામ જેમ-જેમ આગળ વધશે તેમ-તેમ ટ્રેનોને આ ટ્રૅક પર વાળવામાં આવશે.

એલિવેટેડ કુર્લા સ્ટેશન અને અલાઇનમેન્ટનો ખર્ચ ૮૯.૨૬ કરોડ રૂપિયા અને પાંચમી અને છઠ્ઠી લાઇનનો ખર્ચ લગભગ ૮૯૧ કરોડ અંદાજાયો છે. આમાંથી ૧૮૯.૧૨ કરોડ રૂપિયા ખર્ચ થઈ ચૂક્યા છે. 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK