બુધવારે સવારે એકાએક લોકો પોતાની ઑફિસ માટે નીકળી રહ્યા હતા ત્યારે સેન્ટ્રલ રેલવેની સેવામાં ટેક્નિકલ ખામીને કારણે મુશ્કેલી સર્જાઇ. સેન્ટ્રલ રેલવે પ્રમાણે અંબરનાથથી કર્જત વચ્ચે લોકલ સેવા હાલ બંધ છે. કર્જત તરફ જનારા પ્રવાસીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે હાલ મુંબઇ તરફ જનારી સેવા અંબરનાથથી ચાલુ છે.
મધ્ય રેલને સીપીઆરઓ શિવાજી સુતાર પ્રમાણે ટીઆરટી મશીન ફેલ થવાને કારણે અંબરનાથ અને બદલાપુર વચ્ચે લોકલ સેવા બંધ કરવી પડી છે. તેમણે કહ્યું કે સેવાઓ ફરીથી ચાલુ કરવાનું કામ યુદ્ધના ધોરણે થઈ રહ્યું છે. અંબરનાથથી બદલાપુર અને કર્જત તરફ જનારી રેલ સેવાઓ હાલ બંધ કરી દેવામાં આવી છે. જ્યારે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ તરફ જનારી લોકલ ટ્રેન ચાલુ છે.
Due to track machine failure b/w Ambernath- Badlapur section, the trains diverted via Diva-Panvel-Karjat @Central_Railway 👇
— Shivaji M Sutar (@ShivajiIRTS) January 27, 2021
01089 Bagat ki Kothi-Pune Spl, 02940 Jaipur-Pune Spl
02015 CSMT-Pune Spl
08520 LTT-Visakhapatnam Spl
01301 CSMT-KSR Bengaluru Spl
01029 CSMT-Kolhapur Spl
કેટલીક ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા
અંબરનાથ અને બદલાપુરના ટ્રેક પર આવેલી ગરબડને કારણે લાંબા અંતરની ગાડીઓના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે. અને તે ટ્રેન્સને બીજા રસ્તેથી જવા દેવામાં આવી રહી છે. સેન્ટ્રલ રેલવેએ અત્યાર સુધી 5 ટ્રેનના રૂટમાં ફેરફાર કર્યા છે.
Trains diverted via Diva-Panvel-Karjat due to TRT machine Failure between Ambarnath and Badlapur. Part-2
— Central Railway (@Central_Railway) January 27, 2021
01301 CSMT-KSR Bengaluru Special
01029 CSMT-Kolhapur Special
લોકલ ટ્રેન શરૂ થવાની અફવા
મંગળવારે આખો દિવસ સેન્ટ્રલ અને વેસ્ટર્ન લાઇન પર સામાન્ય જનતા માટે લોકલ ટ્રેન શરૂ થવાની ચર્ચા સોશિયલ મીડિયા પર છવાઇ હતી. જો કે, આમાં કોઇપણ પ્રકારની હકીકત નહોતી. સાંજ સુધી સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવેના અધિકારીઓએ જનતાને જણાવ્યું તે હાલ પશ્ચિમ રેલવે પોતાની બધી લોકલ સેવાઓ શરૂ કરે છે પણ તેમાં પ્રવાસ કરવાની પરવાનગી માત્ર તેમને જ મળશે જેમને કેન્દ્ર અને રાજ્ય સરકારે પરવાનગી આપી છે. અન્ય લોકોને પ્રવાસ કરવાની રજા નહીં મળે.
ક્યારે શરૂ થશે સામાન્ય લોકો માટે લોકલ ટ્રેન સર્વિસ
છેલ્લા 9 મહિનાથી મુંબઇની લોકલ સેવા સામાન્ય જનતા માટે બંધ છે. હાલ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ સંકેત આપ્યા છે કે ટૂંક સમયમાં જ બધા નાગરિકો માટે લોકલ સેવાઓ ફરીથી શરૂ કરવામાં આવશે. જો કે, આમાં કોઇ તારીખ જણાવવામાં આવી નથી. પણ સીએમના આશ્વાસન પછી લોકોને આશા બંધાઇ રહી છે. સામાન્ય લોકોને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની સુવિધા ન મળવાથી તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આને કારણે બેસ્ટ અને સ્ટેટ રોડવેઝની બસોમાં પણ ઘણી ભીડ જોવા મળે છે. આ કારણે લોકોમાં ગુસ્સો પણ દેખાય છે.
Deshraj: જાણો કેમ સોશિયલ મીડિયા પર ફૅમસ થઈ રહ્યા છે આ 74 વર્ષના આ ઑટો-ચાલક
27th February, 2021 12:39 ISTમહારાષ્ટ્ર બૉર્ડે 10 અને 12માં ધોરણની પરીક્ષાઓનું ટાઈમ ટેબલ જાહેર કર્યુ
27th February, 2021 10:20 ISTમુલુંડમાં કોરોનાની સાથે ફેક મેસેજનો પણ પ્રકોપ
27th February, 2021 10:19 ISTવ્યાપાર બંધ હમારા કર્મ નહીં, હમારી મજબૂરી હૈ
27th February, 2021 10:18 IST