યાત્રી કૃપ્યા ધ્યાન દે

Published: 4th January, 2021 10:12 IST | Rajendra B Aklekar | Mumbai

હવે પછી મધ્ય રેલવેમાં આ અને આવી તમામ અનાઉન્સમેન્ટ સ્પષ્ટ સંભળાશે કારણ કે સર્કિટ્સની જગ્યાએ ઑપ્ટિક ફાઇબર્સ અને સર્વર્સ ધરાવતું આઇપી-બેઝ્ડર બ્રૉડકાસ્ટિંગ નેટવર્ક વાપરવામાં આવશે

કોરોના વાઇરસના રોગચાળાના લૉકડાઉનના માહોલનો સદુપયોગ કરતાં મધ્ય રેલવેએ તેની પબ્લિક ઍડ્રેસ સિસ્ટમની ટેક્નૉલૉજીમાં સુધારો કર્યો છે. સ્ટેશનનાં પ્લૅટફૉર્મ્સ સહિતના રેલવે પરિસરમાં પ્રવાસીઓ તથા અન્યોને સંદેશ અને સૂચનાઓ આપવા માટે અત્યાર સુધીની સિસ્ટમ હટાવી છે. એમાં સર્કિટ્સની જગ્યાએ ઑપ્ટિક ફાઇબર્સ અને સર્વર્સ ધરાવતું આઇપી-બેઝ્‍ડ બ્રૉડકાસ્ટિંગ નેટવર્ક લાગુ કર્યું છે. યુઝરનું અલાયદું આઇપી-ઍડ્રેસ ધરાવતી ઇન્ટરનેટ બેઝ્‍ડ સિસ્ટમ આવતાં સંદેશા અને સૂચનાઓ પહેલાંની માફક અસ્પષ્ટ નહીં સંભળાય.

મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું કે ‘મુંબઈ ડિવિઝનમાં જૂની આઉટડેટેડ પબ્લિક ઍડ્રેસ સિસ્ટમના સ્થાને પહેલી વખત ઇન્ટરનેટ પ્રોટોકોલ (આઈપી) બેઝ્‍ડ સેન્ટ્રલ અનાઉન્સમેન્ટ સિસ્ટમ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, ભાયખલા અને વાશી સ્ટેશનો પર શરૂ કરવામાં આવી છે. કન્ટ્રોલ ઑફિસમાં અનાઉન્સરના કમ્પ્યુટરમાંથી અન્ય સ્ટેશનોનું દૂરથી મૉનિટરિંગ થઈ શકે છે. તમામ અનાઉન્સમેન્ટ્સનું લૉગિંગ શક્ય છે. પૅકેટ બેઝ્‍ડ સ્વિચિંગને કારણે ઑડિયો-ક્વૉલિટી પણ ઘણી સુધરી છે. એથી અનાઉન્સમેન્ટ્સમાં તમામ સ્ટેશનો પર એકસરખી સ્પષ્ટતા રહેશે. તમામ માઇક્સ અને નેટવર્ક એડેપ્ટર્સ રેલનેટ વડે ઇન્ટરકનેક્ટેડ છે એથી દરેક માઇક્સ અને નેટવર્ક એડપ્ટર્સને આઇપી ઍડ્રેસ ફાળવવામાં આવ્યાં છે. તેમને લાઇવ અને પ્રી-રેકોર્કૉડ વૉઇસ મેસેજિસ રિલે કરવામાં સરળતા રહેશે. એમાં અનાઉન્સમેન્ટ્સની કામગીરીમાં નિષ્ફળતાની શક્યતા ઓછી રહેશે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK