મોદી સરકારના મહત્વના નિર્ણયથી 3.5 કરોડથી વધુ કર્મચારીઓને થશે સીધો ફાયદો

Published: Jun 14, 2019, 15:32 IST | નવી દિલ્હી

મોદી સરકારે કરોડો કર્મચારીઓ મોટી ભેટ આપી છે. સરકારે મોટું પગલું ભરતાં કર્મચારી રાજ્ય વિમા નિગમ (ESI)ના સ્વાસ્થ્ય વિમા કાર્યક્રમમાં એમ્પ્લોયર અને એમ્પલાઇના કુલ યોગદાનને 6.5 ટકાથી ઘટીને 4 ટકા કરવાનો નિર્ણય કર્યો છે.

મોદી કેબિનેટનો મહત્વનો નિર્ણય
મોદી કેબિનેટનો મહત્વનો નિર્ણય

બીજીવાર વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી એક પછી એક સામાન્ય લોકો માટે મહત્વના નિર્ણયો લઇ રહ્યા છે. ત્યારે હાલમાં જ મોદી સરકારે કરોડો કર્મચારીઓ મોટી ભેટ આપી છે. સરકારે મોટું પગલું ભરતાં કર્મચારી રાજ્ય વિમા નિગમ (ESI)ના સ્વાસ્થ્ય વિમા કાર્યક્રમમાં એમ્પ્લોયર અને એમ્પલાઇના કુલ યોગદાનને 6.5 ટકાથી ઘટીને 4 ટકા કરવાનો નિર્ણય કર્યો છે. તેનાથી 12.85 લાખ નોકરીદાતાઓને દર વર્ષે 5,000 કરોડ રૂપિયાની બચત થશે. સાથે જ તેનાથી 3.6 કરોડ કર્મચારીઓને ફાયદો થશે. શ્રમ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રતિપત્ર અનુસાર ઘટેલા દર 1 જુલાઇથી લાગૂ થશે.

3.5 કરોડ કર્મચારીઓને સીધો ફાયદો
સરકારે ESI કાનૂન અંતગર્ત એક ઐતિહાસિક પગલું ભરતાં યોગદાનનું દર 6.5 ટકાથી ઘટીને 4 ટકા (નોકરીદાતાઓનું યોગદાન 4.75 ટકાથી ઘટીને 3.25 ટકા અને કર્મચારીનું યોગદાન 1.75 ટકાથી ઘટીને 0.75 ટકા) કરવાનો નિર્ણય કર્યો છે.' લગભગ 12.85 લાખ નોકરીદાતાઓ અને 3.6 કરોડ કર્મચારીઓએ નાણાકીય વર્ષ 2018-19માં ઇએસઆઇ યોજનામાં 22,279 કરોડ રૂપિયાનું યોગદાન કર્યું.

વાર્ષિક 5,000 કરોડની બચત થશે
એવામાં આકલન કરવામાં આવે તો આ વાત નિકળીને સામે આવી છે કે યોગદાનના દરમાં ઘટાડાથી આ કંપનીઓને વાર્ષિક ઓછામાં ઓછા 5,000 કરોડ રૂપિયાની બચત થશે. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે યોગદાનના ઘટેલા દરથી કામદારોને ખૂબ રાહત મળશે તથા તેનાથી વધુ કારીગરોને ઇએસઆઇ યોજના અંતગર્ત નામાંકિત કરી શકવું તથા મોટામાં મોટા શ્રમિક બળને ઔપચારિક ક્ષેત્રના અંતર્ગત સુગમ સુગમ થઇ શકશે. 

આ પણ જુઓ : રાજ ઠાકરેના પરિવાર અને મિત્રો સાથેના કેન્ડિડ ફોટોઝ

કર્મચારી રાજ્ય વીમા કાનૂન, 1948 (ઇએસઆઇ કાનૂન)આ કાયદા અંતર્ગત વિમીત વ્યક્તિઓને ચિકિત્સા, કેશ, માતૃત્વ, નબળાઈ અને આશ્રિત હોવાનો લાભ પુરો પાડે છે. એએસઆઇ કર્મચારી રાજ્ય વિમા નિગમ (ઇએસઆઇસી) દ્વારા પ્રશાસિત છે. ઇએસઆઇ કાયદા અંતર્ગત ઉપલબ્ધ કરાવવામાં આવતા લાભ એમ્પ્લોયર અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા યોગદાનના માધ્યમથી નાણા પોષિત થશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK