Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સરકારનો વિકીપીડિયાને નિર્દેશ, તરત હટાવે ભારતનો ખોટો નકશો દર્શાવતી લિન્ક

સરકારનો વિકીપીડિયાને નિર્દેશ, તરત હટાવે ભારતનો ખોટો નકશો દર્શાવતી લિન્ક

03 December, 2020 12:22 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

સરકારનો વિકીપીડિયાને નિર્દેશ, તરત હટાવે ભારતનો ખોટો નકશો દર્શાવતી લિન્ક

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો


ભારત સરકારે (Indian Government) વિકીપીડિયા (Wikipedia)ને પોતાના પ્લેટફૉર્મ (Plateform) પરથી તે લિન્ક હટાવવા માટે કહ્યું છે, જેમાં જમ્મૂ-કાશ્મીર (Jammu-Kashmir)નો ખોટો નકશો (Map) બતાવવામાં આવી રહ્યો છે.

ભારત સરકારે વીકિપીડિયાને પોતાના પ્લેટફૉર્મ પરથી તે લિન્ક ખસેડી લેવા કહ્યું છે, જેમાં જમ્મૂ-કાશ્મીરનો ખોટો નકશો બતાવાવમાં આવ્યો છે. ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયે સૂચના પ્રૌદ્યોગિકી કાયદો, 200ની ધારા 69A હેઠળ વીકિપીડિયાની લિન્ક ખસેડવાનો નિર્દેશ આપ્યો છે. આ મામલો એક ટ્વિટર યૂઝરે દર્શાવ્યો છે. તેણે કહ્યું કે વીકિપીડિયાના ભારત-ભૂતાન સંબંધો સાથે જોડાયેલા પેજમાં ખોટી રીતે જમ્મૂ-કાશ્મીરનો નકશો બતાવાવમાં આવ્યો છે અને સરકારને આ મામલે કાર્યવાહી કરવાનો આગ્રહ કર્યો છે.



સૂત્રોએ કહ્યું કે મામલો નોંધમાં લેતા મંત્રાલયે 27 નવેમ્બર, 2020ના આદેશ આપ્યા કે વીકિપીડિયાને નકશો હટાવવા કહ્યું છે, કારણકે આ ભારતની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાનું ઉલ્લંઘન કરે છે.


તેણે કહ્યું કે સરકાર નકશામાં ફેરફાર ન થવાની સ્થિતિમાં કંપની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી પણ કરી શકે છે. કાર્યવાહી હેઠળ આખા પ્લેટફૉર્મની પહોંચને 'બ્લૉક' કરવું પણ સામેલ છે.


Whatsapp-channel Whatsapp-channel

03 December, 2020 12:22 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK