માતોશ્રી પર નેતા-અભિનેતાઓની કતાર

Published: 16th November, 2012 03:19 IST

શિવસેનાના ૮૬ વર્ષના પ્રમુખ બાળ ઠાકરેની તબિયતના હાલચાલ પૂછવા ગઈ કાલે સવારથી જ વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ બાંદરાના કલાનગરમાં આવેલા તેમના નિવાસસ્થાન માતોશ્રી પર ગયા હતા.


કેન્દ્રના કૃષિપ્રધાન શરદ પવાર, રાજ્યના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણ, ગૃહપ્રધાન આર. આર. પાટીલ, બીજેપીના અધ્યક્ષ નીતિન ગડકરી, બીજેપીના લોકસભાના ઉપનેતા ગોપીનાથ મુંડે, ઉદ્યોગપતિ રાહુલ બજાજ, વેણુગોપાલ ધૂત સહિત ફિલ્મક્ષેત્રના જાણીતા ચહેરા સલમાન ખાન, તેનો ભાઈ અરબાઝ ખાન અને તેમના પિતા સલીમ ખાન ઉપરાંત પીઢ અભિનેતા મનોજકુમાર, નાના પાટેકર, શાહરુખ ખાન, ફિલ્મનિર્માતા-નિર્દેશક મધુર ભંડારકર, અભિનેતા સંજય દત્ત અને તેની પત્ની માન્યતા વગેરેનો સમાવેશ થતો હતો. આ અગાઉ બુધવારે મોડી રાતે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન બાળ ઠાકરેની તબિયતના ખબર જાણવા ગયા હતા. ત્યાર બાદ ગઈ કાલે રાત્રે ફરી બન્ને જણ જયા બચ્ચન સાથે માતોશ્રી ગયા હતા.

બુધવારે રાતે બાળ ઠાકરેની તબિયત વધુ ગંભીર થઈ હોવાના સમાચાર ફેલાતાં શિવસેનાના અગ્રણી નેતાઓ માતોશ્રી પર પહોંચી ગયા હતા. બાળ ઠાકરેના ભત્રીજા અને એમએનએસના અધ્યક્ષ રાજ ઠાકરે પણ પરિવાર સાથે બુધવાર સાંજથી માતોશ્રીમાં જ છે. રાજ્યભરમાંથી શિવસૈનિકોનાં ટોળાનાં ટોળાં માતોશ્રીની બહાર પોતાના નેતાના સાજા થવાની રાહ જોતાં ઊભાં હતાં. એ સિવાય રાજ્યના સાર્વજનિક બાંધકામ ખાતાના પ્રધાન અને ભૂતપૂર્વ શિવસૈનિક છગન ભુજબળ, શિવસેનાના વરિષ્ઠ નેતા મનોહર જોશી, રામદાસ આઠવલે, મધુકર પિચડ, વસંત દાવખરે, વિધાન પરિષદના વિરોધ પક્ષના નેતા વિનોદ તાવડે, જયંત પાટીલ, હુસેન દલવાઈ અને ગણેશ નાઈક વગેરેનો સમાવેશ થતો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK