CBSE: 10મા અને 12માની બાકી રહેલી પરીક્ષાઓનું ટાઈમટેબલ સોમવારે જાહેર થશે

Published: May 16, 2020, 21:09 IST | Gujarati Mid-Day Online Correspondent | New Delhi

પરીક્ષાની તારીખો પહેલા શનિવારે સાંજે જાહેર થવાની હતી

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન (CBSE) દસમા અને બારમા ધોરણની બાકી રહેલી પરીક્ષાઓનું સમયપત્રક શનિવારે એટલે કે આજે સાંજે જાહેર થવાનું હતું. પરંતુ તે જાહેર કરવામાં આવ્યું નહોતું. માનવ સંસાધન વિકાસ પ્રધાન રમેશ પોખરિયાલ નિશંકે માહિતિ આપી હતી કે, 10મા અને 12માની બાકી રહેલી પરીક્ષાઓનું ટાઈમટેબલ સોમવારે જાહેર થશે.

રમેશ પોખરિયાલ નિશંકે ટ્વીટ કર્યું હતું કે, સીબીએસઈ બોર્ડ પરીક્ષાઓની ડેટશીટને અંતિમ રૂપ આપવા પહેલા કેટલાક ટૅક્નિકલ પાસાઓને ધ્યાનમાં રાખવામાં આવી રહ્યાં છે. એટલે આજે સાંજે પાચ વાગે થનારી 10મા અને 12મા ધોરણનની પરીક્ષાની ડેટશીટની ઘોષણા હવે સોમવારે એટલે કે 18 માર્ચ 2020ના રોજ કરવામાં આવશે.

સીબીએસઈ બોર્ડની દસમા અને બારમા ધોરણની બાકી રહેલી પરીક્ષાઓનું પહેલી જુલાઈથી 15 જુલાઈ દરમ્યાન આયોજન કરવામાં આવ્યું હતું. આજે જાહેર થનારી ડેટશીટમાં કઈ તારીખે કયુ પેપર હશે તે ખબર પડવાની હતી. પરંતુ હવે વિદ્યાર્થીઓ ટાઈમટેબલ માટે સોમવાર સુધી રાહ જોવી પડશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK