CBSEની 10 અને 12મા ધોરણની બોર્ડ પરીક્ષા 4 મેથી 10 જૂન વચ્ચે યોજાશે. 15 જુલાઈ સુધી રિઝલ્ટ જાહેર કરાશે. 1 માર્ચથી પ્રેક્ટિકલ પરીક્ષાઓ શરૂ થશે. પરીક્ષાનું સમગ્ર શિડ્યૂલ (ડેટ શીટ) ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવી શકે છે. શિક્ષણ મંત્રી ડૉ. રમેશ પોખરિયાલ નિશંકે ગુરૂવારે પોતાના સંબોધનમાં કહ્યું કે- કોરોનાકાળમાં ટીચર્સ અને પેરેન્ટ્સે જે રીતે પોતાની જાતને તૈયાર કરી છે, તે પ્રશંસનિય છે.લાંબા સમયથી દેશભરના છાત્રો સીબીએસઇ બોર્ડ પરિક્ષાની રાહ જોઇ રહ્યાં હતાં. હવે આ આતુરતાનો અંત આવ્યો છે. આજે કેન્દ્રના શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ દ્વારા આ જાહેરાત કરી દેવામાં આવી છે.
Announcing the date of commencement for #CBSE board exams 2021. @SanjayDhotreMP @EduMinOfIndia @cbse @mygovindia @MIB_India @PIB_India @DDNewslive https://t.co/PHiz3EwFvz
— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) December 31, 2020
શિક્ષણમંત્રી દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ આગામી મે માસની ચોથી તારીખથી આ બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થશે. ધોરણ 10 અને 12 ની આ પરીક્ષાઓ 10મી જૂન સુધી ચાલશે અને આ પરીક્ષાઓના પરિણામો 15 જુલાઇ સુધીમાં જાહેર કરવામાં આવશે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે, માર્ચ અથવા એપ્રિલમાં પરીક્ષાઓ આવશે. વચ્ચે એવી પણ અટકળો થતી હતી કે, સરકાર ઓનલાઇન પરીક્ષા લેશે. પરંતું આજે શિક્ષણમંત્રીએ જાહેરાતમાં સ્પષ્ટ કર્યુ છે કે, આ પરીક્ષા ઓફલાઇન એટલે કે, રાબેતા મુજબ લેવામાં આવશે.
Share Market: શૅર બજારમાં મોટો ઘટાડો, સેન્સેક્સ 536 અંક નીચે થયું બંધ
28th January, 2021 15:50 ISTસ્વાતંત્ર્ય સેનાની લાલા લાજપતરાયની આજે જન્મજયંતિ, PM મોદીએ આપી શ્રદ્ધાજંલિ
28th January, 2021 13:53 ISTજેલમાંથી હૉસ્પિટલમાં ભ્રષ્ટાચારી શશીકલાની કેદની મુદત પૂરી થઈ
28th January, 2021 12:36 ISTરિલાયન્સે કોરોનાની રેપિડ ટેસ્ટ કિટ્સ માટે ઇઝરાયલી કંપની જોડે સોદો કર્યો
28th January, 2021 12:28 IST