બેન્ક લોન ન ભરનારા સામે સરકાર સખ્ત, 18 શહેરમાં 50 સ્થળે રેડ

Published: Jul 02, 2019, 20:03 IST | દિલ્હી

છેલ્લા કેટલાક વર્ષોમા દેશમાં બેન્ક પાસેથી લોન લઈને ભરપાઈ ન કરતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હવે કેન્દ્ર સરકારે આવા લોકો સામે કડક પગલાં લેવાની શરૂઆત કરી છે.

છેલ્લા કેટલાક વર્ષોમા દેશમાં બેન્ક પાસેથી લોન લઈને ભરપાઈ ન કરતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હવે કેન્દ્ર સરકારે આવા લોકો સામે કડક પગલાં લેવાની શરૂઆત કરી છે. મંગળવારે સીબીઆઈએ બેન્ક લોન લઈને ભરપાઈ ન કરી હોય તેવા લોકો સામે 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સહિત 50 જગ્યાઓ પર રેડ કરી છે. સીબીઆઈના અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે 18 શહેરમાં જુદી જુદી કંપનીઓ, પ્રમોટરો, નિર્દેશકો અને બેન્ક અધિકારીઓના ઘર તેમજ ઓફિસ પર દરોડા કરવામાં આવ્યા છે.

સીબીઆીએ દિલ્હી, મુંબઈ, થાણે, લુધિયાણા, વલસાડ, પુના, પલાની, ગયા, ગુડગાંવ, ચંદીગઢ, ભોપાલ સૂરત, કોલાર સહિતના શહેરમાં રેડ પાડી હતી. સીબીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે બેન્ક ફ્રોડના 14 નવા કેસ નોંધાયા છે. જેમાં 640 કરોડની છેતરપિંડી સામે આવી છે.

મળતી માહિતી પ્રમાણે સીબીઆઈ વિન્સમ ગ્રુપ, સુપ્રીમ ટેક્સ માર્ટ, તયાલ ગ્રુપ, નફતો ગજ ઈન્ડિયા લિમિટેડ, એસએલ કન્ઝ્યુમર જેવી કંપનીઓને ત્યાં દરોડા કર્યા છે. વિન્સમ ગ્રુપની મુંબઈ અને થાણા ઓફિસ પર રેડ પાડવામાં આવી હતી. જયારે ટેક્સ માર્ટની લુધિયાણા, તયાલ ગ્રુપની મુંબઈ, એસએલ કન્ઝ્યુમરના દિલ્હી અને ઈન્ટરનેશનલ મેગા ફુડ પાર્કની પંજાબ સ્થિત ઓફિસ પર દરોડા કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ Mumbai Rain:વરસાદની સજા વચ્ચે માણો મીમ્સની મજા

ઉલ્લેખનીય છે કે સીબીઆઈએ આ રેડ મોદી સરકારના બીજા કાર્યકાળના શરૂઆતના 2 મહિનાની અંદર અંદર કરી છે. બેન્ક ફ્રોડને લઈને સરકારની કડક નીતિના પગલાના એક ભાગરૂપે આ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી દરમિયાન બેન્કો સાથે થયેલી 13 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડીનો મુદ્દો ચર્ચામાં રહ્યો હતો. વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોકસી અ ફરાર થઈ જવાના પગલે સરકારની ખૂબ જ ટીકા થઈ હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK