સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ શનિવારે જણાવ્યું હતું કે તેણે હૈદરાબાદ સ્થિત કંપની, તેના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર અને ગેરન્ટર તથા અન્ય ડિરેક્ટરો વિરુદ્ધ સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાની અધ્યક્ષતા હેઠળના બૅન્કોના કન્સોર્ટિયમ સાથે ૪૭૩૬.૫૭ કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ કેસ દાખલ કર્યો છે અને વિવિધ સ્થળોએ તપાસ આદરી છે.
સીબીઆઇ અધિકારીએ જણાવ્યું હતું કે સીબીઆઇએ હૈદરાબાદ સ્થિત કોસ્ટલ પ્રોજેક્ટ્સ લિમિટેડ, તેના ચૅરમેન અને મૅનેજિંગ ડિરેક્ટર અને ગેરન્ટર સબ્બિનેની સુરેન્દ્રી, એમડી અને ગેરન્ટર ગરપતિ હરિહર રાવ, પૂર્ણકાલીન ડિરેક્ટર અને ડિરેક્ટર ફાઇનૅન્સ શઅરીધર ચંદ્રશેખરન નિવાર્થી, પૂર્ણકાલીમ ડિરેક્ટર શરદ કુમાર, ગેરન્ટર અને મોર્ટગેજર એ. કે. રામુલુ, કે. અંજમ્મા સહિતના લોકો સામે કેસ દાખલ કર્યો હતો.
અધિકારીના જણાવ્યા મુજબ સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ અન્ય સભ્ય બૅન્કો – આઇડીબીઆઇ બૅન્ક, કેનરા બૅન્ક, બૅન્ક ઑફ બરોડા, બીઓએમ, પીએનબી, યુબીઆઇ, એક્ઝિમ બૅન્ક સહિતની બૅન્કો વતી બૅન્કોને ૪૭૩૬.૫૭ કરોડની ખોટ ગયાની ફરિયાદ નોંધાવતાં તપાસકર્તા સંસ્થાએ કેસ દાખલ કર્યો હતો.
હૈદરાબાદી હસ્તકલાકારે બનાવી સોનાની મિનિએચર પતંગ,માંજો અને ચાંદીનો માસ્ક
14th January, 2021 10:17 ISTહૈદરાબાદની સ્કૂલના સ્ટુડન્ટ્સે ચોખાના લોટ અને નીલગિરિમાંથી બનાવ્યો ઑર્ગેનિક ચોક
12th January, 2021 09:19 ISTહૈદરાબાદના આ ટીનેજરે આંખે પાટા બાંધીને ૩૦ મિનિટમાં ૨૦ ગીત વગાડી બનાવ્યો રેકૉર્ડ
11th January, 2021 08:58 ISTયુકેના વાઇરસની ભારતમાં એન્ટ્રી
30th December, 2020 14:46 IST