આ રૂમમાં છુપાયેલી છે બિલાડી, શું તમે શોધી શકો છો?

Published: 19th September, 2020 16:23 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

સોશિયલ મીડિયા પર એક પઝલ ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. રૂમમાં બિલાડી છૂપાયેલી છે. રેડિટ યૂઝરે અન્ય યૂઝરને આ બિલાડી શોધવાની ચેતવણી આપે છે. ઘણાં લોકો આ કોયડો ઉકેલી શક્યા નથી.

શું તમે આ તસવીરમાં શોધી શકો છો કે બિલાડી ક્યાં છે?
શું તમે આ તસવીરમાં શોધી શકો છો કે બિલાડી ક્યાં છે?

સોશિયલ (Social Media) મીડિયા પર પઝલ (Puzzle Photo) તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે. તેને ઉકેલવા માટે યૂઝર્સ સૌથી સૌથી આગળ રહેતા હોય છે. વાત રૂમમાં છૂપાયેલી (Find the Hidden Cat)બિલાડીની હોય કે જંગલમાં છૂપાયેલા સિંહને શોધવાની, યૂઝર્સ તેને શોધવાનો પ્રયત્ન કરી લેતા હોય છે. આ વખતે એક તસવીર વાયરલ થઈ રહી છે. જ્યાં કહેવામાં આવ્યું છે કે રૂમમાં બિલાડી છૂપાયેલી છે. રેડિટ યૂઝર અન્ય યૂઝરને આ શોધવા માટે ચેલેન્જ પણ આપ્યો હતો. કેટલાય લોકો ચેલેન્જ પૂરો કરી શક્યા નથી. કોઇકે કહ્યું કે રૂમમાં બિલાડી નથી તો કોઇકે કહ્યું બિલાડી રૂમમાં અદ્રશ્ય છે.

તસવીરમાં જોઇ શકાય છે કે રૂમમાં ઘણો સામાન રાખવામાં આવ્યો છે. ટેબલની ઉપર કૉફી મગ, સોફા, બુક શેલ્ફ અને અન્ય વસ્તુઓ. આમાં એક બિલાડી પણ છે જે છુપાયેલી છે. તેને શોધવામાં તમને મુશ્કેલી પડી શકે છે. પણ જો તમે ધ્યાનથી જોશો તો બિલાડી સામે જ દેખાઇ જશે.

Find my cat in this photo. from r/aww

આ પોસ્ટને અત્યાર સુધી 22 હજારથી વધારે લાઇક્સ મળી ચૂક્યા છે. સાથે જ 700થી વધારે લોકોએ કોમેન્ટ પણ કરી છે. કેટલાય લોકો તો પોતાની હાર માની પણ લીધી છે. ચાલો તમને હિંટ આપીએ. બિલાડી કાળા કલરની છે અને કેમેરા સામે જોઇ રહી છે. જો તમે જવાબ આપ્શો તો તમે પણ એમ જ કહેશો કે સામે જ તો હતી.

જો તમે પણ સંપૂર્ણ પ્રયત્ન કરી શકો છે અને નથી શોધી શક્યા તો નીચે આપેલી તસવીરમાં જુઓ ક્યાં છે બિલાડી.

Hidden Cat

આ તસવીરમાં તમે જોઇને કહી શકશો કે હા આ બિલાડી કેમેરા સામે જ જોઇ રહી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK