લૉકડાઉનમાં સ્વિમિંગ-પૂલમાં મોજમજા કરવી ભાઈંદરના સાત ગુજરાતીઓને ભારે પડી

Published: Sep 04, 2020, 16:25 IST | Mumbai correspondent | Mumbai

પૂલનો ઉપયોગ કરવા બદલ કેસ દાખલ કરાયો

મિડડે ફાઇલ ફોટો
મિડડે ફાઇલ ફોટો

કોરોનાના સંક્રમણને રોકવા લૉકડાઉનમાં સ્વિમિંગ-પૂલના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એમ છતાંય મનોર પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા ચિલ્હાર ગામમાં એક બંગલાના સ્વિમિંગ-પૂલનો ઉપયોગ કરવા બદલ સાત ગુજરાતીઓ પર ગુનો નોંધાયો છે. સોશ્યલ ડિસ્ટન્સિંગ કે પછી માસ્ક જેવા કોરોનાના નિયમોનું પણ ઉલ્લંઘન કરવામાં આવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરીને સ્પીકર પણ જપ્ત કર્યું છે.
આ વિશે મનોર પોલીસ સ્ટેશનના પોલીસ નાઈક આર. એસ. પવારે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કલેક્ટરના એક આદેશ પ્રમાણે સ્વિમિંગ-પૂલ બંધ રાખવાનું કહેવાયું છે, છતાં પણ ચિલ્હાર ગામમાં ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટસ્થિત એક બંગલાના સ્વિમિંગ-પૂલમાં કેટલાક યુવાનો કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરીને મોજમસ્તી કરી રહ્યા હતા. આ યુવાનો મોટા અવાજે સ્પીકર પર ગીત વગાડીને નાચતા હોવાની માહિતી આપતો ફોન અમને આવ્યો હતો. એથી પોલીસની ટીમ ત્યાં પહોંચીને સ્વિમિંગ-પૂલમાં સ્નાન કરતા ભવ્યાંક શાહ, ભ‍વ્ય શાહ, ધીર જૈન, મીર પાસડ, ધ્રુવ જૈન, રોહિત જૈન અને વૃષભ દોશી પર કલમ ૨૬૯, ૧૮૮, ૫૧(બ) હેઠળ કેસ નોંધ્યો છે. આ બંગલો યુવાનોમાંથી એકનો હતો. આ બધા યુવકો ભાઈંદર-વેસ્ટના રહેવાસી છે તેમ જ ૫૦૦૦ રૂપિયાની કિંમતનું એક સ્પીકર પણ જપ્ત કરાયું છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK