આવા કરોળિયાને તમે એક વર્ષ સુધી ઘરમાં સાથે રાખી શકો ખરા?

Published: 30th November, 2020 08:00 IST | Gujarati Mid-day Correspondent | Australia

જૅક ગ્રે નામના ભાઈ છેલ્લા એક વર્ષથી હન્ટ્સમૅન પ્રજાતિના મહાકાય કરોળિયા સાથે રહે છે

ઘરમાં રહેલો કરોળિયો
ઘરમાં રહેલો કરોળિયો

ઘરમાં ફરતાં વાંદા, ગરોળી કે કરોળિયાને જોઈને ઝાડુ ઉઠાવી એને કાઢવા માટે પાછળ ન પડે એવા ભાગ્યે જ કોઈ હશે, પણ ઑસ્ટ્રેલિયામાં એક નબીરો છે જેણે જાયન્ટ કરોળિયાને પોતાની સાથે ઘરમાં એક વર્ષ સુધી રાખી મૂક્યો હતો. જૅક ગ્રે નામના ભાઈ  છેલ્લા એક વર્ષથી હન્ટ્સમૅન પ્રજાતિના મહાકાય કરોળિયા સાથે રહે છે. આ કરોળિયાનું કદ ખૂબ જ મોટું હોય છે. સામાન્ય માણસો તો તેને જોઈને ઝાડુ પકડતાં પણ થથરી જાય, પણ જૅક ગ્રે કહે છે કે તે છેલ્લા એક વર્ષથી આ કરોળિયાને વધતો જોઈ રહ્યો છે.

જેક ગ્રેએ ઑસ્ટ્રેલિયન સ્પાઇડર આઇડે‌‌ન્ટિફિકેશન નામના ફેસબુક-પેજ પર એનો ફોટો પોસ્ટ કર્યો છે. જોકે ને‌‌‌‌ટિઝન્સને કરોળિયા સાથે એક જ છત નીચે રહેવાની વાત વિશેષ ગમી લાગતી નથી. તેમની પ્રતિક્રિયાઓ જ તેમનો અણગમો વ્યક્ત કરે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK