બ્લૅક મની વિશેની બધી જ વિગત જાહેર કરી ન શકાય

Published: 18th October, 2014 06:43 IST

કુન્દ્ર સરકારે ગઈ કાલે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કુ ભારતે જે અન્ય દેશો સાથે ડબલ ટૅક્સેશન અવૉઇડન્સ કરાર કરેલા છે એમની પાસેથી મળેલી કાળાં નાણાં વિશેની તમામ વિગતને જાહેર કરી ન શકાય.


૮૦૦થી વધુ પાનાનાં પૂરક દસ્તાવેજો સાથેની એક અરજીમાં કુન્દ્ર સરકારે સુપ્રીમ ર્કોટને જણાવ્યું હતું કુ અન્ય દેશોને આવી વિગત જાહેર કરવા સામે વાંધો છે અને એમની પાસેથી મળેલી વિગત જાહેર કરવામાં આવશે તો બીજો કોઈ દેશ ભારત સાથે ડબલ ટૅક્સેશન અવૉઇડન્સ કરાર નહીં કરે. વડા ન્યાયમૂર્તિ એચ. એલ. દત્તુના વડપણ તળેની એક ખંડપીઠ સમક્ષ ઍટર્ની જનરલ મુકુલ રોહતગીએ આ મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો અને આ બાબતે તાકીદે સુનાવણી હાથ ધરવાની માગણી કરી હતી. સિનિયર વકીલ રામ જેઠમલાણીએ કુન્દ્ર સરકારના આ વલણ સામે વાંધો લીધો હતો અને જણાવ્યું હતું કુ આ મૅટરની સુનાવણી હાથ ન ધરવી જોઈએ.

જેઠમલાણીએ એવી દલીલ કરી હતી કુ આ મૅટરને એક દિવસ માટે પણ ધ્યાનમાં લેવી ન જોઈએ. આ અરજી સરકારે નહીં, પણ કાળા કામના કરનારાઓએ કરી હોવી જોઈએ. વિદેશી બૅન્કોમાં જેમણે કાળું નાણું ખડક્યું છે તેવા લોકોને કુન્દ્ર સરકાર છાવરી રહી છે.જેઠમલાણીના જણાવ્યા અનુસાર, તેમણે આ બાબતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે અને તેમના પ્રત્યુતરની રાહ જોવાઈ રહી છે. જેઠમલાણીએ અગાઉ કરેલી અરજીને પગલે સુપ્રીમ ર્કોટે કાળાં નાણાં માટે એક સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી. આ ટીમના અધ્યક્ષ તરીકુ નિવૃત્ત ન્યાયમૂર્તિ એમ. બી. શાહ અને ઉપાધ્યક્ષ તરીકુ અરિજિત પસાયતની નિમણૂક કરવામાં આવી હતી.

બ્લૅક મની : સ્વીડન તૈયાર

કુન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલીએ ગઈ કાલે કહ્યું હતું કુ સ્વિસ બૅન્કોમાં જે ભારતીયોએ કાળું નાણું ખડક્યું છે એની વિગત આપવા સ્વિટ્ઝરલૅન્ડ તૈયાર છે. આ માટે પ્રત્યેક કુસમાં સ્વિટ્ઝરલૅન્ડ સરકારને સ્વતંત્ર પુરાવા આપવાના રહેશે. ગુપ્તચર એજન્સીઓએ મેળવેલી ભારતીય નાગરિકોનાં અકાઉન્ટ્સ વિશેની વિગતની ખરાઈ પણ સ્વિસ સરકાર કરશે. જેટલીએ એમ પણ કહ્યું હતું કુ કૉન્ગ્રેસે ૧૯૯૫માં જર્મની સાથે કરેલા કરારને લીધે ભારત સરકાર વિદેશી બૅન્કોમાં ખાતા ધરાવતા ભારતીયોના નામ જાહેર કરી શકતી નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK