જૈન સાધુ-સાધ્વીજીઓના આધાર કાર્ડ બનાવવાના ઐતિહાસિક અભિયાનની દેવલાલીથી શરૂઆત થઈ

Published: 6th January, 2021 12:05 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

સરકારની સૂચના પ્રમાણે કોરોના વેક્સિન લેવા માટે સાધુસંતો પાસે તેમનું ઓળખપત્ર હોવુ જરૂર છે

જૈન સાધુ-સાધ્વીજીઓના આધાર કાર્ડ બનાવવાની પ્રક્રિયા
જૈન સાધુ-સાધ્વીજીઓના આધાર કાર્ડ બનાવવાની પ્રક્રિયા

કોરોના મહામારીને કારણ સાધુસંતો ખૂબ જ કઠિન પરિસ્થિતિઓમાંથી પસાર થયા છે. તેમણે અનેક મુસીબતોનો સામનો કરવો પડ્યો છે. સરકારની સૂચના પ્રમાણે કોરોના વેક્સિન લેવા માટે સાધુસંતો પાસે તેમનું ઓળખપત્ર હોવુ જરૂર છે. આથી નાસિક પાસે આવેલાં દેવલાલીના મહાવીર સેવા કેન્દ્રમાં બિરાજમાન ૩૮ મહાસતીઓના આધાર કાર્ડના રજિસ્ટ્રેશનની શરૂઆત કરવામાં આવી હતી. જૈન કૉન્ફરન્સના સક્રિય કાર્યકર સુનિલ ચોપડાએ આના માટે પહેલ કરી હતી. આ સાથે સાધુસંતોના આધારકાર્ડ બનાવવાના ઐતિહાસિક અભિયાનની નાસિકમાંથી શરૂઆત થઈ છે. આ મહાસતીઓને દસ જ દિવસમાં તેમના આધારકાર્ડ મળી ગયા હતા.

આ અભિયાનના પ્રણેતા સુનિલ ચોપડાએ મિડ-ડેને કહ્યું હતું કે, અમે સાધુસંતોનો ડેટા તૈયાર કરીને ગર્વમેન્ટ પ્રશાસન અને કલેકટર ઓફિસમાં મોકલી દીધો હતો. ત્યાંથી અમને સાથસહકાર મળતા અમે બે દિવસમાં મહાસતીઓના રજિસ્ટ્રેશન કરાવી લીધાં હતા. તેરાપંથીઓના મહાસતીઓને અમારી ભારે જહેમતથી દસ દિવસમાં આધારકાર્ડ મળી ગયા હતા. હવે પછીનો આ અભિયાન અહમદનગરમાં ધાર્મિક પરીક્ષા બોર્ડમાં બિરાજમાન સાધસંતોના આધાર કાર્ડ રજિસ્ટર કરાવવાનો છે.

આ આધારકાર્ડતી સાધુસંતોને ભારતીય નાગરિકતાની સાથે મેડિકલ સુવિધાઓ મેળવવામાં સરળ બની જશે. 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK