દરિયામાં પડી ગયેલો કૅમેરા એક વર્ષ પછી પાછો મળ્યો

Published: Dec 01, 2011, 08:24 IST

કૅનેડામાં એક બ્રિટિશ કોલંબિયન ફાયર ફાઇટરનો કૅમેરા દરિયામાં પડી ગયો હતો. આશ્ચર્યની વાત એ છે કે આ કૅમેરા તેને એક વર્ષ બાદ ફરી પાછો મળ્યો હતો. એક વર્ષ સુધી સમુદ્રના પાણીમાં રહેવાને લીધે કૅમેરા તો ખરાબ થઈ ગયો હતો, પરંતુ એમાં રહેલું એસડી (સિક્યૉર ડિજિટલ) કાર્ડ ખરાબ નહોતું થયું અને એમાં પાડવામાં આવેલા ફોટોગ્રાફ્સ પણ એમ ને એમ સચવાઈ રહ્યા હતા.



 

બ્રિટિશ કોલંબિયન ફાયર ફાઇટર ફરવા માટે પૅસિફિક મહાસાગર ગયો હતો. ત્યાં સ્કુબા ડાઇવિંગ દરમ્યાન તેનો કૅમેરા દરિયામાં પડી ગયો હતો. એક વર્ષ બાદ ત્યાં જ ફરવા ગયેલા માર્ક્સ થૉમ્પસન નામના બીજા ફોટોગ્રાફરને એ કૅમેરા મળી આવ્યો હતો. તેણે એ કૅમેરાનું એસડી કાર્ડ ચેક કર્યું તો એમાંથી પિકનિકના ફોટોગ્રાફ્સ મળી આવ્યા હતા. એ જોયા બાદ તેણે આ કૅમેરા તેના સાચા માલિકને પહોંચાડવાનો નિર્ણય કર્યો હતો. આ માટે તેણે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સની મદદ લીધી હતી. એ ઉપરાતં તેણે કૅનન EOS 1000Dના સિરિયલ નંબરના આધારે કંપનીમાં કૅમેરાના મૂળ માલિકનાં નામ-સરનામા માટે તપાસ કરી હતી, પરંતુ કંપની પાસે આ વિશે કોઈ રેકૉર્ડ નહોતો. જોકે આખરે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પરથી કૅમેરાનો મૂળ માલિક મળી આવ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK