રૉયલ બેબીના આગમનના માનમાં ૨૮ કિલો ચૉકલેટનું ટેડી બેઅર બન્યું

Published: May 11, 2019, 11:38 IST | લંડન

ડ્યુક ઍન્ડ ડચેસ ઑફ સસેક્સ હૅરી અને મેગનના ઘેર પારણું બંધાયું એ બાબતે હજારો ચાહકો ઘેલા થયા છે. બુધવારે આ નવજાત પ્રિન્સના પહેલા દીદાર મેળવવા માટે લોકો કલાકો સુધી વિન્ડસર મહેલની બહાર ઊભા રહ્યા હતા

28 કિલો ચોકલેટનું ટેડીબેર
28 કિલો ચોકલેટનું ટેડીબેર

ડ્યુક ઍન્ડ ડચેસ ઑફ સસેક્સ હૅરી અને મેગનના ઘેર પારણું બંધાયું એ બાબતે હજારો ચાહકો ઘેલા થયા છે. બુધવારે આ નવજાત પ્રિન્સના પહેલા દીદાર મેળવવા માટે લોકો કલાકો સુધી વિન્ડસર મહેલની બહાર ઊભા રહ્યા હતા. રૉયલ બેબીના આગમનની આમજનતાએ તો ઉજવણી કરી, પણ કેટલીક બ્રૅન્ડ કંપનીઓએ પણ આ અવસરે ગતકડાં કરીને ધ્યાન ખેંચવાની તક ઝડપી લીધી હતી. ક્વીને પણ નવા મહેમાનનું નામ પાડ્યું છે આર્ચી હૅરિસન માઉન્ટબેટન-વિન્ડસર.

આ પણ વાંચોઃ આ ભાઈ પાસે છે દુનિયાનું સૌથી મોટું મોતી, વજન ૨૭.૬૫ કિલો, કિંમત ૭ કરોડ

કૅડબરી કંપનીએ પ્રિન્સ આર્ચીના માનમાં ચૉકલેટનું ટેડી બેઅર બનાવ્યું હતું. ૧.૫ ફુટ ઊંચું ટેડી બેઅર હાથથી બનાવવામાં આવ્યું છે જેમાં ૬૨૨ ડેરી મિલ્ક ચૉકલેટ્સ વપરાઈ છે. એનું વજન લગભગ ૨૮ કિલો છે. ટેડી બેઅર બનાવવા માટે પહેલાં ફુટબૉલના મોલ્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને એના પર રુંવાટી જેવો લુક આપવા માટે પાઇપ્ડ ચૉકલેટથી એની સજાવટ કરી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK