હવે ગુજરાત સરકારને લગતા પડતર કેસોનું ઝડપથી આવી શકશે નિરાકરણ

Published: 29th December, 2011 05:11 IST

એક કેસના જજમેન્ટને આધારે એ કેસ જેવા જ સેમ કેસમાં કમિટી નિર્ણય લઈ શકે એ પ્રકારની ગુજરાત સ્ટેટ લિટિગેશન પૉલિસી (ગુજરાત રાજ્ય દાવા સંબંધિત નીતિ)ને ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને ગઈ કાલે મળેલી ગુજરાત પ્રધાનમંડળની બેઠકમાં મંજૂર કરવામાં આવી છે.અમદાવાદ: આ પૉલિસી વિશે ટૂંક સમયમાં ગવર્નમેન્ટ રેઝોલ્યુશન બહાર પાડવામાં આવશે. ગુજરાત સરકારના પ્રવક્તા પ્રધાન જયનારાયણ વ્યાસે પત્રકારોને માહિતી આપતાં કહ્યું હતું કે ‘ગુજરાત સરકારને લગતા પડતર કેસોનું ઝડપી નિરાકરણ લાવવા તથા સામાન્ય નાગરિકને સરળતાથી ઝડપી ન્યાય મળી રહે અને ન્યાયતંત્ર પર કેસોનું ભારણ ઘટાડી શકાય એવા બહુલક્ષી ઉદ્દેશો સાથે ગુજરાત સ્ટેટ લિટિગેશન પૉલિસી તૈયાર કરવામાં આવી છે.’

ગુજરાત સ્ટેટ લિટિગેશન પૉલિસી દ્વારા જમીનસંપાદન સંબંધી વિવાદો, જાહેર હિતના વિવાદની અરજીઓ, સરકાર સામે તથા સરકારે દાખલ કરેલા કાયદાકીય દાવાઓ સંદર્ભમાં સરકારી તંત્રે અનુસરવાની વ્યૂહરચના બાબતે વિસ્તૃત માર્ગદર્શિકા આપવામાં આવી છે.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK