વ્યવસાયમાં ખોટ જવાને કારણે ૫૩ વર્ષના બિઝનેસમૅન દીપક રુઇયાએ તેમનો એક કસ્ટમર શૈલેશ જ્યાં રહેતો હતો એવા વર્સોવામાં આવેલા ૨૧ માળના અમરનાથ ટાવર્સની અગાસીમાં જઈને ત્યાંથી છલાંગ લગાવી દીધી હતી. તેમણે લખેલી સુસાઇડ-નોટમાં આ માટે કોઈ જવાબદાર ન હોવાનું લખ્યું છે. વર્સોવા પોલીસે ઍક્સિડેન્ટલ ડેથનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વર્સોવા પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર શરદ બોરસેએ કહ્યું હતું કે ‘આ ટાવરના વૉચમૅને ગઈ કાલે ૧૧ વાગ્યે પોલીસ કન્ટ્રોલ-રૂમને આ ઘટનાની જાણ કરી હતી. પ્રિન્ટિંગ પ્રેસ પેપરના ડીલર એવા દીપક રુઇયા આ બિલ્ડિંગમાં ૧૩મા માળે રહેતા તેમના કસ્ટમર શૈલેશના ઘરે અવારનવાર આવતા અને ગઈ કાલે તેઓ પાછળના ગેટથી આવતાં અમને નજરે પડ્યા નહોતા. તેમના પડવાનો અવાજ આવતાં પોલીસને જાણ કરવામાં આવી હતી.’
આ કેસમાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે દીપક તેના કસ્ટમરના ઘેર ગયા નહોતા. રુઇયાની પત્નીએ પોલીસને કહ્યું હતું કે ‘મારા પતિને ઘણા લોકો પાસેથી પૈસા લેવાના બાકી હતા. તેમના ઘણા ચેક બાઉન્સ થતાં તે ટેન્શનમાં હતા, પણ આવું પગલું લેશે એવું મને લાગતું નહોતું.’જોકે આ ઘટનાને પગલે રુઇયા પરિવાર શૉકમાં હોવાથી પોલીસે તેમનાં સ્ટેટમેન્ટ લીધાં નથી.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK