ફેબ્રુઆરી અને એપ્રિલમાં બેસ્ટની બસોનાં ભાડાં વધશે?

Published: 20th November, 2014 03:18 IST

શહેરની સાર્વજનિક બસ-સર્વિસ બેસ્ટની બસોનાં ભાડાં આવતા ફેબ્રુઆરી મહિનાથી વધારવામાં આવે એવી શક્યતા છે. વર્ષ ૨૦૧૫-’૧૬ માટેના બેસ્ટના બજેટમાં  લઘુતમ ભાડું ઓછામાં ઓછું એક રૂપિયો વધારવામાં આવે એવો સંભવ છે. જો મુંબઈ સુધરાઈની સબસિડી નહીં મળે તો લઘુતમ વધારો બે રૂપિયાનો કરવામાં આવે એવો પ્રસ્તાવ છે.

બજેટની જોગવાઈઓ મુજબ વર્ષ ૨૦૧૫-’૧૬ દરમ્યાન ૧૨૫ કરોડ રૂપિયાનું મહેસૂલ મેળવવા માટે બસભાડાંમાં કરવામાં આવનારા ભાવવધારા મુજબ હાલમાં લઘુતમ ભાડું છ રૂપિયા છે એ પહેલી ફેબ્રુઆરીથી સાત રૂપિયા કરવા સાથે વિવિધ અંતર માટે હાલનાં ભાડાંમાં પાંચ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવશે. જોકે બેસ્ટ કમિટીના કેટલાક સભ્યો ફક્ત બે કિલોમીટર અને ચાર કિલોમીટર એમ બે તબક્કા પૂરતો જ ભાવવધારો સીમિત રાખવાની તરફેણમાં છે; પરંતુ પ્રસ્તાવિત વધારો બે કિલોમીટર માટે એક રૂપિયો, ત્રણ કિલોમીટરની જગ્યાએ ચાર કિલોમીટરના સ્લૉટ માટે આઠની જગ્યાએ દસ રૂપિયા, પાંચ કિલોમીટરની જગ્યાએ છ કિલોમીટર માટે ૧૦ની જગ્યાએ ૧૩ રૂપિયા, સાત કિલોમીટરની જગ્યાએ દસ કિલોમીટર માટે ૧૬ રૂપિયા, ૧૦ કિલોમીટરની જગ્યાએ ૧૪ કિલોમીટર માટે ૨૦ રૂપિયા, ૧૫ કિલોમીટરની જગ્યાએ ૨૦ કિલોમીટર માટે ૨૫ રૂપિયા અને ૨૦ કિલોમીટરની જગ્યાએ ૩૦ કિલોમીટર સુધી ૩૦ રૂપિયાના દર સૂચવવામાં આવ્યા છે.

જો મુંબઈ સુધરાઈ તરફથી સબસિડી નહીં મળે તો આ દરપત્રકમાં અમુક અંતરો માટે એક કે બે રૂપિયાનો વધારો એપ્રિલ મહિનાથી લાગુ પાડવામાં આવશે.       

ઍરપોર્ટના ટર્મિનલ-૨થી ઍર-કન્ડિશન્ડ બસ-સર્વિસ બેસ્ટે બંધ કરી

પહેલી જુલાઈથી મુંબઈ ઍરપોર્ટના ટર્મિનલ-૨થી શરૂ કરવામાં આવેલી ૧૦ ઍર-કન્ડિશન્ડ બસ-સર્વિસ મંગળવારથી બંધ કરવાનો નિર્ણય બેસ્ટ અન્ડરટેકિંગે લીધો છે. પહેલી જુલાઈથી થાણે અને બોરીવલી માટે ૧૨૦ રૂપિયા અને ઘ્ગ્D બેલાપુર માટે ૧૮૦ રૂપિયાના ભાડા સાથે આ બસ-સર્વિસ શરૂ કરવામાં આવી હતી. આ બસ-સર્વિસને શરૂઆતમાં સારો પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ ઑગસ્ટથી પ્રવાસીઓની સંખ્યા ઘટતી જતાં સપ્ટેમ્બરમાં આ સર્વિસ રોકવામાં આવી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK