કાંદિવલી (વેસ્ટ)ના શાંતિલાલ મોદી રોડ પર આવેલી એસવીપી (સરદાર વલ્લભભાઈ પટેલ) સ્કૂલ સામે ગઈ કાલે બપોરે એ જ સ્કૂલની બસની નીચે કચડાઈ જતાં છ વર્ષના સ્ટુડન્ટ ગૌતમ રવિ નાયડુનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે તેની મમ્મી લતાને પગમાં ફ્રૅક્ચર થયું હતું. બેદરકારીભર્યું ડ્રાઇવિંગ કરનારા બસના ૫૦ વર્ષના ડ્રાઇવર જોખનલાલ બદ્રિપ્રસાદ યાદવની કાંદિવલી પોલીસે ધરપકડ કરી હતી. આ ઘટનાને પગલે કાંદિવલીના આ વિસ્તારમાં તનાવભયુંર્ વાતાવરણ સર્જાઈ ગયું હતું.
કાંદિવલી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર હરેશ્વર પિંપળેએ કહ્યું હતું કે ‘આ ઘટના બપોરે સાડાબાર વાગ્યે બની હતી. એ વખતે મલાડ (વેસ્ટ)ના દારૂવાલા કમ્પાઉન્ડમાં આવેલી હરીંદ્ર ચાલમાં રહેતો અને એસવીપી સ્કૂલમાં પહેલા ધોરણમાં ભણતો ગૌતમ તેની મમ્મી લતા સાથે સ્કૂલમાં છૂટીને પગપાળા જઈ રહ્યો હતો. સ્કૂલમાંથી તેઓ નીકYયાં એ વખતે આ સ્કૂલની બસ જ્યાં નો-એન્ટ્રીનું ર્બોડ લાગ્યું છે એવા રોડ પર યુ-ટર્ન લઈ રહી હતી. એ સમયે રસ્તો ક્રૉસ કરી રહેલાં આ માતા-પુત્ર બસની અડફેટમાં આવી ગયાં હતાં. ગૌતમનું માથું ટાયર નીચે આવી જતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે લતાના પગમાં ફ્રૅક્ચર થયું હતું. અકસ્માત બાદ બસ-ડ્રાઇવર બાળકને હૉસ્પિટલ લઈ જવાને બદલે ત્યાંથી નાસી ગયો હતો. જોકે નવાઈની વાત એ છે કે આ ડ્રાઇવર મૂળ બેસ્ટની બસો દોડાવે છે અને પાર્ટટાઇમમાં સ્કૂલ-બસ માટે નોકરી પણ કરે છે.’
હું મારા બાળકને બચાવી ન શકી
‘હું મારા બાળકને બચાવી ન શકી....’ આ શબ્દો છે ગૌતમની ૩૫ વર્ષની માતા લતાના. હૉસ્પિટલના આઇસીયુમાંથી વાતચીત કરતી વખતે લતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે સ્કૂલ પાસે પહોંચ્યાં ત્યારે ગૌતમ મારો હાથ પકડી રસ્તો ક્રૉસ કરી રહ્યો હતો. એ વખતે સ્કૂલની બસ ઘણી સ્પીડમાં અમારી સામેથી આવી રહી હોવાથી મેં અકસ્માતથી બચવાનો પ્રયાસ કયોર્ હતો, પણ બસની વધુ સ્પીડના લીધે બસે અમને અડફેટમાં લઈ લીધાં હતાં. ગૌતમ મારી આંખ સામે જ કચડાઈ ગયો હતો, જ્યારે મારો એક પગ ટાયર નીચે આવી ગયો હતો. આ જોતાંની સાથે જ હું બેહોશ થઈ ગઈ હતી.’
બસની ઓવર-કૅપેસિટી
કાંદિવલી રેક્રીએશન ક્લબનાં મૅનેજર અને આ ઘટનાનાં આઇ-વિટનેસ મિસિસ દલાયાએ કહ્યું હતું કે ‘આ ઘટના વખતે હું ત્યાં જ હતી. બસ સ્પીડમાં આવતી હોવાથી ગૌતમ એની નીચે કચડાઈ ગયો હતો અને તેની મમ્મી તેને બચાવી શકી નહોતી. અમારા સ્ટાફની મદદથી મેં આ બાળકને બસ નીચેથી કાઢવાનો પ્રયાસ કયોર્ હતો, પણ તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માતની જાણ થતાંની સાથે જ આ સ્કૂલનાં બાળકો રડવા લાગ્યાં હતાં. એથી તેમને અમે અંદર હૉલમાં લઈ ગયાં હતાં અને તેમને શાંત કયાર઼્ હતાં. આ સ્કૂલની બસની ફક્ત ૪૫ સ્ટુડન્ટ્સની કૅપેસિટી છે, પણ આ ઘટના થઈ એ વખતે આ સ્કૂલ-બસમાં ટોટલ ૮૫ સ્ટુડન્ટ્સ ટ્રાવેલ કરી રહ્યા હતા. આ સ્કૂલ-બસનો કૉન્ટ્રૅક્ટ મહેતા ટ્રાવેલ્સને આપવામાં આવ્યો હતો અને તેઓ છેલ્લાં ૨૦ વર્ષથી આ બસ ચલાવી રહ્યા છે. આ ઘટના માટે ફક્ત બસનો ડ્રાઇવર જ જવાબદાર છે.’
મહેતા ટ્રાવેલ્સના માલિક જિગર મહેતા સાથે સંપર્ક કરતાં તેમણે અમને આ બસ ચલાવી રહેલા જોખનલાલ યાદવનું ઍડ્રેસ આપ્યું હતું અને કહ્યું હતું કે ‘આ ડ્રાઇવરને ફક્ત ગઈ કાલે એક જ દિવસ માટે મેં બોલાવ્યો હતો, કારણ કે તેને ઘણાં વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ છે એથી મને તેના પર ભરોસો હતો.’
સ્કૂલનાં પ્રિન્સિપાલ સંગીતા શ્રીવાસ્તવે કહ્યું હતું કે ‘અમે આ સ્કૂલ-બસો કૉન્ટ્રૅક્ટ પર લીધી નથી. આ સ્કૂલ-બસો સ્ટુડન્ટ્સના પેરન્ટ્સે ભાડા પર લીધી છે અને આ બસની જવાબદારી અમારી નથી.’
આ વિસ્તારના બીજેપીના સ્થાનિક નેતા ભાવેશ સોનીએ કહ્યું હતું કે ‘આ સ્કૂલની બસોના ડ્રાઇવરો બસને ઘણી સ્પીડમાં ચલાવે છે, એથી અમે ઘણી વાર સ્કૂલ-ઑથોરિટીને આ વિશે ફરિયાદ પણ કરી છે. જોકે સ્કૂલની સલામતી માટે ટ્રાફિક-વિભાગોમાં ફરિયાદો કરી અમે આ સ્કૂલ સામેનો રસ્તો નો-એન્ટ્રી કરી દીધો હતો. તેમ છતાં ફરી આ દુર્ઘટના થઈ છે. એક સ્ટુડન્ટને મોતને ઘાટ ઉતારનારા બસ-ડ્રાઇવર વિરુ¢ કડક કાર્યવાહી કરવી જોઈએ.’
આઇસીયુ = ઇન્ટેન્સિવ કૅર યુનિટ, બેસ્ટ - BEST = બૃહન્મુંબઈ ઇલેક્ટિÿક સપ્લાય ઍન્ડ ટ્રાન્સર્પોટ, બીજેપી = ભારતીય જનતા પાર્ટી
6 દિવસે રેસ્ક્યુ
2nd January, 2021 07:00 ISTભારતમાં કોરોના વાઈરસના નવા સ્ટ્રેનની એન્ટ્રી, બ્રિટનથી આવેલા 6 લોકો સંક્રમિત
29th December, 2020 11:35 ISTમહારાષ્ટ્રમાં આગામી 6 મહિના સુધી માસ્ક પહેરવું ફરજિયાત: ઉદ્ધવ ઠાકરે
20th December, 2020 15:24 ISTઉત્તરીય પવનની સીધી અસર ગુજરાત પહોંચશે 6 ડિગ્રી સુધી
19th December, 2020 07:33 IST