Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > 3 વર્ષની બાળકીની નજરો સામે મમ્મી પર ગૅન્ગ-રેપ અને નાના ભાઈની હત્યા

3 વર્ષની બાળકીની નજરો સામે મમ્મી પર ગૅન્ગ-રેપ અને નાના ભાઈની હત્યા

11 March, 2016 03:49 AM IST |

3 વર્ષની બાળકીની નજરો સામે મમ્મી પર ગૅન્ગ-રેપ અને નાના ભાઈની હત્યા

3 વર્ષની બાળકીની નજરો સામે મમ્મી પર ગૅન્ગ-રેપ અને નાના ભાઈની હત્યા


up rape


ત્યાર પછી કન્ડક્ટર અને ડ્રાઇવરે મહિલાને અને તેના ૧૪ દિવસના નવજાત શિશુને બસમાંથી ફેંકી દીધું હતું જેમાં શિશુનું મૃત્યુ નીપજ્યું હતું. મહિલાની ત્રણ વર્ષની બાળકીએ આ સમગ્ર કૃત્ય નિહાળ્યું હતું. બાળકી પોતાની જાતને બચાવવા બસના ખૂણામાં છુપાઈ ગઈ હતી. આ બાળકીએ જ બરેલી પોલીસને ઘટનાની જાણ કરી હતી.

સોમવારે રાત્રે શીશગઢ ગામમાં થયેલી આ ઘટના પછી મહિલા ત્રણ કલાક બેભાન પડી રહી હતી. પોલીસે મહિલાનું નિવેદન લેવાની કોશિશ કરતાં મહિલાને કાંઈ યાદ નહોતું ત્યારે ત્રણ વર્ષની બાળકીએ પોતાના પિતાને હકીકતનું વર્ણન કર્યું હતું.

પોલીસે જણાવ્યું હતું કે મહિલા એક કૌટુંબિક પ્રસંગમાંથી પાછી ફરી રહી હતી. પોતાના સ્ટૉપ પર ઊતરી રહેલી મહિલાને કન્ડક્ટરે કહ્યું હતું કે તે તેની નજીકના જ ગામનો છે અને ગામ નજીક તેને ઉતારી દેશે. બસના અન્ય પ્રવાસીઓ ઊતરી ગયા પછી ડ્રાઇવર અને કન્ડક્ટર તેની સાથે ગેરવર્તણૂક કરવા લાગ્યા હતા. મહિલાએ એનો વિરોધ કરતાં બન્ને આરોપીએ જબરદસ્તી તેને દારૂ પીવડાવ્યો હતો અને તેના ૧૪ દિવસના નવજાત શિશુને બસમાંથી ફેંકી દીધું હતું. મહિલાની ત્રણ વર્ષની દીકરી બસમાં સીટ નીચે છુપાઈને આ સઘળું જોઈ રહી હતી. જ્યારે આરોપીઓએ બેભાન મહિલાને બસમાંથી રસ્તા પર ઉતારી ત્યારે બાળકી છુપાઈને આરોપીઓ જોઈ ન શકે એવી જગ્યાએ સંતાઈ ગઈ હતી. મંગળવારે સવારે જ્યારે કેટલાક ગામવાસીઓ સાથે મહિલાનો  પતિ ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે તેણે પોતાની બેહોશ પત્ની પાસે બેઠેલી બાળકીને જોઈ હતી. નજીકમાં તેમના નવજાત શિશુની લાશ પડેલી હતી.


Whatsapp-channel Whatsapp-channel

11 March, 2016 03:49 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK