Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જીપીએસ વગર ટાર્ગેટ પાર પાડતા હેમરનો ફ્લાઈટ ટેસ્ટ

જીપીએસ વગર ટાર્ગેટ પાર પાડતા હેમરનો ફ્લાઈટ ટેસ્ટ

12 December, 2020 08:34 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

જીપીએસ વગર ટાર્ગેટ પાર પાડતા હેમરનો ફ્લાઈટ ટેસ્ટ

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


ઈન્ડિયન એરફોર્સનું રાફેલ યુદ્ધ વિમાન પોતાના દુશ્મનોનો ખાતમો બોલાવવા સંપૂર્ણ રીતે તૈયાર છે. આ યુદ્ધ વિમાન માટે એરફોર્સે જે ખાસ હથિયાર હેમરની માગણી કરી હતી તેનો ફ્લાઈટ ટેસ્ટ કરવામાં આવ્યો છે. હેમર એક એવું હથિયાર છે જે જીપીએસ વગર પણ પોતાના ટાર્ગેટનો શોધીને ખાતમો બોલાવી શકે છે.

દક્ષિણ-પશ્ચિમી ફ્રાંસમાં આ મિસાઈલના ૧,૦૦૦ કિલોના વર્ઝનનો રાફેલ સાથે ફ્લાઈટ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. લગભગ ૧૨૦૦ કિલો વજન ધરાવતી સ્કલેપ ક્રુઝ મિસાઈલ પણ રાફેલ વડે દાગી શકાશે. આ મિસાઈલ પણ ભારત આવનારા રાફેલ વિમાનનો મહત્વનો ભાગ રહેશે.



આ હેમર મિસાઈલની રેન્જ ૨૦ થી ૭૦ કિલોમીટર સુધીની હોઈ શકે છે. એટલે કે લોન્ચ એરક્રાફ્ટ દુશ્મનના એર ડિફેંસ સિસ્ટમની નજરમાં ના આવી શકે. ખાસ વાત એ છે કે, વિસ્તાર ગમે તેવો હોય પણ આ મિસાઈલ દુશ્મનને શોધીને પાર પાડ્યે છુટકો કરે છે. આ મિસાઈલને ઓછી ઉંચાઈ અને પહાડી વિસ્તારમાં પોતાનો શિકાર શોધવામાં મહારત હાંસલ છે. માટે જ રાફેલને ચીન અને પાકિસ્તાન સરહદે તૈનાત કરવાની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે. આ એક ગાઈડેડ મિસાઈલની માફક કામ કરે છે અને બોમ્બની માફક પણ. આ એક મોડ્યુલર હથિયાર છે. જેનો અર્થ એ થયો કે તેને ચલાવવા માતે કોઈ ખાસ પ્રકારની વ્યવસ્થા કરવાની જરૂર નથી. તેને સેટેલાઈટ ગાઈડેંસ, ઈન્ફ્રારેડ સીકર અને લેઝર દ્વારા ગાઈડ કરી શકાય છે.


હેમર કિટને જુદી જુદી સાઈઝના બોમ્બ સાથે ફીટ કરી શકાય છે. આ મિસાઈલ ૧૨૫ કિલો, ૨૫૦ કિલો, ૫૦૦ કિલો અને ૧૦૦૦ કિલોના બોમ્બ છોડી શકે છે. ૧૦૦૦ કિલોનું જે વર્ઝનનો ફ્લાઈટ ટેસ્ટ થયો છે તે ભલભલા બંકરનું પણ નામોનિશાન મિટાવી શકે છે. આ મિસાઈલ કોંક્રિટના મજબુત કવરને પણ ભેદી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

12 December, 2020 08:34 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK