Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બિલ્ડરો વન BHK ફ્લૅટો બાંધવા તરફ વળ્યા

બિલ્ડરો વન BHK ફ્લૅટો બાંધવા તરફ વળ્યા

22 November, 2014 06:19 AM IST |

બિલ્ડરો વન BHK ફ્લૅટો બાંધવા તરફ વળ્યા

બિલ્ડરો વન BHK ફ્લૅટો બાંધવા તરફ વળ્યા


છેલ્લા કેટલાક મહિનાઓમાં લક્ઝરી અપાર્ટમેન્ટ બાંધતા બિલ્ડરોએ ૬૦ લાખ રૂપિયાથી ૧.૫ કરોડ રૂપિયા સુધીના ફ્લૅટોનું બાંધકામ શરૂ કર્યું છે. મોટા ભાગની નાની ફૅમિલી નાના ફ્લૅટો પસંદ કરે છે અને આવા ફ્લૅટો સરળતાથીવેચાઈ જાય છે. એક ડેવલપરે જણાવ્યું હતું કે આ અપાર્ટમેન્ટની કિંમત એકથી દોઢ કરોડ રૂપિયા જેટલી હોય છે અને ગ્રાહકે બુકિંગ માટે માત્ર નવ લાખ રૂપિયા ભરવા પડે છે. આ ફ્લૅટો લક્ઝરી અપાર્ટમેન્ટની સરખામણીએ સહેલાઈથી વેચાઈ જાય છે. એથી અમને જરૂરી નાણાં મળી રહે છે. શહેરમાં લક્ઝરી અપોર્ટમેન્ટો વેચાયા વગરના પડી રહ્યા છે, કારણ કે શહેરમાં નવા ગ્રાહકો સિંગલ પ્રોફેશનલ હોય છે અથવા એક રૂમમાંથી વન-BHKમાં જવા ઇચ્છુક હોય છે. તેઓ પરવડી શકે એવા ઘરમાં જવાનું પસંદ કરે છે. જોકે ૬૦ લાખ રૂપિયાથી વધુ કિંમતનાં ઘરો પરવડી શકે એવાં ગણાય નહીં, પરંતુ ગ્રાહકો ભાવ ઓછા થવાની રાહ જોઈને કંટાળ્યા છે એથી નવાં મકાનોમાં બુકિંગ કરાવી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

22 November, 2014 06:19 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK