રેલ્વે બજેટ 2020ઃ નવી ટ્રેઇન્સની જાહેરાત થઇ

Updated: Feb 01, 2020, 13:33 IST | Mumbai Desk | Delhi

માળખાકિય સુવિધાઓમાં વધારો હંમેશાથી વડાપ્રધાનું ફોકસ રહ્યું છે, નવી ટ્રેઇન્સની જાહેરાત કરાઇ અને સુવિધાઓમાં વધારો

જાહેરાતો

  • 1,150 ટ્રેઇન્સ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના મોડલ પર દોડતી કરાશે. તેજસ જેવી વધુ ટ્રેઇન્સ લોન્ચ કરીને સહેલાણી સ્થળો પરની કનેક્ટીવિટી વધારાશે.
  • મુંબઇ અને અમદાવાદ વચ્ચે હાઇ સ્પીડ ટ્રેઇન ના પ્રોજેક્ટને વધુ ગતિથી અનુસરાશે.
  • રેલ્વે ટ્રેક્સની આસપાસની જમીન રેલ્વેની માલિકીની હશે ત્યાં મોટી સોલર પેનલ્સ લાગુ કરાશે.
  • સરકાર 11,000 ટ્રેક્સનું ઇલેક્ટ્રિફિકેશનનું લક્ષ્ય પણ ધરાવે છે.
  • પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના મૉડલને આધારે 4 સ્ટેશનનું રિ-ડેવલપેન્ટ કરવામાં આવશે.
  • વિવિધ રેલ્વે સ્ટેશન્સ પર 550 વાઇ-ફાઇ ફેસિલિટી કમિશન કરાશે.

વડાપ્રધાને પહેલાં પણ પોતે રેલ્વેના માળખાને પોતે વિકાસનું એન્જિન બનાવવા માગે છે તેવું અનેક વાર કહ્યું છે. કેન્દ્ર સરકારનું ફોકસ હંમેશાથી ઇન્ફ્રા સ્ટ્રક્ચર પર રહ્યું છે.

શક્યતાઓ

રેલ્વેનું કેપિટલ એક્સપેન્ડિચર 1.6 લાખ કરોડ છે જે વધીને 1.8 કે 1.9 લાખ કરોડ કરે તેવી શક્યતાઓ છે. રેલ્વેની માળખાકિય સુવિધાઓમાં વધારાને લઇને નાણામંત્રીએ થોડા સમય પહેલાં જ નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન લાગુ કરી આગામી દસ વર્ષ માટે રેલ્વેના કેપિટલ એક્સપેન્સમાં દર વર્ષે 18 ટકા વિકાસનું ટાર્ગેટ નક્કી કર્યું હતું. આશા છે કે રેલવેના પાછળા બજેટની સરખામણીએ આ વર્ષે 10 ટકા જેટલું વધારે બજેટ મળશે. 2017ની સાલથી રેલ બજેટની યુનિયન બજેટ સાથે જોડી દેવાયું છે પહેલાં તે અલગથી રજુ થતું. સ્વતંત્ર ભારતનું પહેલં રેલ બજેટ પહેલા નાણા મંત્રી આર કે શનમુગમ ચેટ્ટીએ 26 નવેમ્બર 1947માં રજૂ કર્યુ હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK