સિર ક્રીક પાસેથી ઝડપાઈ ભેદી પાકિસ્તાની બોટ

Published: Nov 20, 2014, 05:40 IST

કચ્છ-સૌરાષ્ટ્રના દરિયામાં વિસ્ફોટકો ભરીને એક પાકિસ્તાની બોટ ઘૂસણખોરીની વેતરણમાં હોવાની કેન્દ્રની ગુપ્તચર તંત્રની બાતમીને આધારે એક તરફ ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય જળસીમાથી શરૂ કરીને છેક મૅન્ગલોરના સાગરકાંઠા સુધી અલર્ટની સૂચના આપવામાં આવી છે.

મંગળવારે રાત્રે ૧૧ વાગ્યે સરહદી સલામતી દળની એક ચોકિયાત ટુકડીએ સિર ક્રિકની ખાડી પાસેથી એક ભેદી પાકિસ્તાની બોટ ઝડપી પાડી છે. જોકે બોટમાંથી કોઈ પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો નથી. બોટ પરનાં કેટલાંક ચિહ્નોને આધારે એ પાકિસ્તાની બોટ હોવાનું જાણવા મળ્યું છે. સરહદી સલામતી દળની કોટેશ્વર છાવણી પર બોટની તલાશી લેવામાં આવી રહી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK