મલાડ આક્સા બીચ પર સમુદ્રમાં ડૂબીને આત્મહત્યા કરવાના ઇરાદે નીકળેલી ૨૩ વર્ષની ગુજરાતી યુવતીને છેક છેલ્લી ઘડીએ કમરબૂડ પાણીમાંથી માલવણી પોલીસે બચાવી લીધી હતી. પોલીસની આ ઝડપી કાર્યવાહીનો પરિવારે બહુ જ આભાર માન્યો છે.
મૂળ ભાંડુપમાં સાસરું ધરાવતી એ યુવતીનો પરિવાર સાથે કોઈ કારણસર ખટરાગ થતાં એ તેના કાંદિવલીમાં રહેતાં માતા-પિતાને ત્યાં આવી હતી પણ તે સતત ડિપ્રેશનમાં હતી. તે ગઈ કાલે સાંજે આત્મહત્યા કરવાના ઇરાદે ઘરમાંથી નીકળી ગઈ હતી, ત્યાર બાદ તેણે તેના ભાઈને મેસેજ કર્યો કે એ સુસાઇડ કરવા જઈ રહી છે. એથી ગભરાયેલો ભાઈ કાંદિવલી પોલીસની મદદ લેવા કાંદિવલી પોલીસ સ્ટેશન જવા નીકળ્યો હતો. રસ્તામાં તેને એક મિત્ર મળ્યો જે પોલીસ દીપક હીંડેને ઓળખતો હતો. તેણે તરત જ તેમને વાત કરતા હીંડેએ માલવણી પોલીસનો સંપર્ક કરી યુવતીનો ફોટો મોકલાવ્યો હતો.
માલવણી પોલીસને માહિતી મળતાં તરત જ પોલીસના બે અધિકારી આક્સા બીચ પર પહોંચી ગયા હતા. કદમે તરત જ ફોટો પરથી તેને ઓળખી કાઢી હતી અને તેને કમરડૂબ પાણીમાં દરિયામાંથી બહાર ખેંચી તેનો જીવ બચાવી લીધો હતો. પોલીસે કરેલી ઝડપી કાર્યવાહીનો તેના પરિવારે ખૂબ જ આભાર માન્યો હતો.
Mumbai Drug Case: મંત્રીના જમાઇને ન્યાયિક અટક, ડ્રગ્સ મામલ કરાઇ ધરપકડ
18th January, 2021 15:00 ISTલોકલમાં પ્રવાસી વધી રહ્યા છે, સુવિધાઓ નહીં
18th January, 2021 13:08 ISTKEM Hospital: ડૉક્ટર્સના મોબાઇલ પર કોરોના દર્દીઓની અપડેટ
18th January, 2021 12:29 ISTમુંબઈમાં કોરોનાનો વ્યાપ વધે તો આ માણસ પણ જવાબદાર
18th January, 2021 11:21 IST