Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સગી બહેન પર કર્યો રેપ...ને બાળક થયું તો તેને ફેંકી દીધું કચરાપેટીમાં

સગી બહેન પર કર્યો રેપ...ને બાળક થયું તો તેને ફેંકી દીધું કચરાપેટીમાં

20 January, 2020 08:15 AM IST | Mumbai
Tejash Modi

સગી બહેન પર કર્યો રેપ...ને બાળક થયું તો તેને ફેંકી દીધું કચરાપેટીમાં

સગી બહેન પર કર્યો રેપ...ને બાળક થયું તો તેને ફેંકી દીધું કચરાપેટીમાં


સુરતમાં ગયા અઠવાડિયે તાજી જન્મેલી બાળકી મળી આવવાના મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે જેમાં સગી બહેન પર બળાત્કાર ગુજારી તેને ગર્ભવતી બનાવવાનો ગુનો સુરત શહેર પોલીસે નોંધ્યો છે. 

ઉમરા પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર સુરતના પનાસ વિસ્તારમાં ગયા શુક્રવારે એક તાજી જન્મેલી બાળકી કચરાના ઢગલામાંથી મળી આવી હતી. આ બાળકીને એક વિદ્યાર્થિનીએ જોઈ હતી અને પોલીસને જાણ કરી હતી. પોલીસે બાળકીને સારવાર માટે સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરી તપાસ શરૂ કરી હતી. પનાસ વિસ્તારમાં કોઈ બાળકીને ફેંકી ગયું હતું કે પછી સ્થાનિક મહિલાનું જ આ બાળક છે એ વિશે તપાસમાં પોલીસને માહિતી મળી હતી કે ૧૮ વર્ષની એક યુવતી શંકાસ્પદ હાલતમાં અહીં રહે છે જેનું બાળક હોવું જોઈએ. આથી પોલીસે આ યુવતીને શોધી તેની પૂછપરછ કરી હતી. યુવતીએ ખુલાસો કર્યો હતો કે એક વર્ષ અગાઉ ૧૫ વર્ષની ઉંમરના તેના સગા ભાઈએ રાત્રે તેના ઘરમાં જ જબરદસ્તી શારીરિક સંબંધ બાંધ્યો હતો.



એ વખતે ૧૭ વર્ષની બહેન સાથે એક બે નહીં, પણ પાંચથી છ વખત થયું હતું. પરિવારની બદનામી થશે એમ કહી બહેનને ચૂપ રહેવા ભાઈએ કહ્યું હતું. જોકે આ દરમ્યાન તેના શરીરમાં બદલાવ આવતો ગયો હતો. લોકોથી આ વાત છુપાવવા માટે ખુલ્લાં કપડાં પહેરતી હતી. દરમ્યાન ૧૭મીએ સવારે અચાનક દુખાવો થતાં તે પોતાના બિલ્ડિંગના ટેરેસ પર ગઈ હતી જ્યાં બાળકીને જન્મ આપ્યો હતો.


બદનામી થવાના ડરે બાળકીને કચરાના ઢગલામાં ફેંકી દીધી હતી. સમગ્ર મામલે ડીસીપી વિધિ ચૌધરી દ્વારા યુવતી સાથે વાતચીત કરવામાં આવ્યાં બાદ બહેને પોતાના ભાઈ સામે ગુનો નોંધાવ્યો હતો. ભાઈ સામે બળાત્કારની કલમ ૩૭૬(૨) એફ, ૩૭૬ (૨) એન અને પોકસોની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ઉમરા પોલીસે ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

20 January, 2020 08:15 AM IST | Mumbai | Tejash Modi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK