કાકાસસરાના પ્રેમમાં પડેલી બહેનને ઘરે બોલાવીને સગા ભાઈએ કર્યું મર્ડર

Published: Jun 11, 2019, 11:59 IST | રાજકોટ

બનેવીએ રડતાં-રડતાં ફરિયાદ કરી એટલે વિજયને હાડોહાડ લાગી આવ્યું અને તેણે ભીમ અગિયારસ ઊજવવા બહેનને ઘરે બોલાવી લીધી

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

 રાજકોટ તાલુકાના પાળ ગામની ૨૪ વર્ષની આરતી પરમારની તેના જ સગા નાના ભાઈ વિજય સોલંકીએ ગઈ કાલે રાતે ગળે ટૂંપો દઈને હત્યા કરી હતી. વિજયના કહેવા પ્રમાણે આરતીને તેના કાકાજી સસરા સાથે પ્રેમ થઈ જતાં બન્ને તમામ પ્રકારની છૂટછાટ લેવા માંડ્યાં હતાં જે આરતીના વર એટલે કે વિજયના બનેવી દીપકથી જોવાતું નહોતું. દીપકે આરતીને બહુ સમજાવી, પણ આરતીમાં કોઈ ફરક આવ્યો નહીં એટલે દીપકે નાછૂટકે વાત તેના બન્ને સાળાઓને કરી અને વાત કરતાં-કરતાં તેની આંખમાં આંસુ આવી ગયાં.

આ આંસુ નાના સાળા વિજયથી જોવાયાં નહીં એટલે વિજયે પ્રી-પ્લાન કરીને બહેનને ભીમ અગિયારસ કરવા કોટડાસાંગણીના મોટા માંડવાથી ઘરે બોલાવી અને ગઈ કાલે આરતી પાસે ખરાઈ કર્યા પછી ગળાફાંસો દઈને હત્યા કરી નાખી. લોધિકા પોલીસ-સ્ટેશનના ઇન્ક્વાયરી આ!ફિસર એલ.કે.સીસોદીયાએ કહ્યું હતું, ‘વિજયને પહેલાં માનવામાં નહોતું આવતું એટલે તેણે એક અઠવાડિયા સુધી બહેનની વિરુદ્ધના પુરાવા ભેગા કર્યા, મોબાઇલમાં કાકાજી સસરાએ મોકલેલા અભદ્ર મેસેજ તેણે પોતાની બહેનના મોબાઇલમાં જોયા એટલે તેને ખાતરી થઈ ગઈ અને પછી તેણે બહેનને ઘરે બોલાવીને પહેલી રાતે જ આ પગલું લઈ લીધું.’

આરતી બે ભાઈઓની એક બહેન હતી. વિજયે જ્યારે આરતીની હત્યા કરી ત્યારે ઘરમાં કોઈ હાજર નહોતું. વિજયની માતા વાડીએ ગઈ હતી, જ્યારે ભાભી પાડોશીને ત્યાં બેસવા ગયાં હતાં. આરતીને માર્યા પછી એક કલાક સુધી વિજય બહેનની ડેડબૉડી પાસે બેઠો અને પછી તેણે જ વાડીએ જઈને માતાને આ સમાચાર આપ્યા અને જાતે જ તે પોલીસ-સ્ટેશને હાજર થઈ ગયો. વિજયને બહેનની હત્યાનો કોઈ શોક નથી. લોધિકા પોલીસે કહ્યા પ્રમાણે, જરૂર પડશે તો આરતીના કાકાજી સસરા દિનેશ પરમારની પૂછપરછ અને અટકાયત કરવામાં આવશે.

આ પણ વાંચો: મૃત યુવકને દફનવિધિ માટે લઈ જતી વખતે જીવતો થયો

દિનેશ પરમારની ઉંમર બાવન વર્ષ છે અને તેમણે લગ્ન નથી કર્યાં. ઘરનો બધો કારભાર તેઓ સંભાળતા હોવાથી કોઈ તેમની સાથે ઊંચા અવાજે વાત નથી કરતું, જેને લીધે આરતીના વરની પણ તેમની સામે કંઈ બોલવાની હિંમત નહોતી ચાલતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK