પંખીએ માળામાં મૂકેલાં આ ઈંડાં બચાવવા માટે પબનું રીઓપનિંગ મોકૂફ રખાયું

Published: Jul 04, 2020, 09:53 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

બ્રિટનમાં લૉકડાઉનના નિયમો હળવા કરાયા પછી બ્રિસ્ટલના ધ વૉલન્ટિયર ટેવર્ન પબના માલિકોએ પબ ખોલવાની તૈયારી કરી, પરંતુ કવિઓ-વાર્તાકારોને ગમી જાય એવા કારણસર પબનું ઓપનિંગ મુલતવી રાખવામાં આવ્યું છે.

ઈંડાં
ઈંડાં

કવિઓ-વાર્તાકારો અને પર્યાવરણપ્રેમીઓને મોજ પડે એવી ખબર છે. બ્રિટનમાં લૉકડાઉનના નિયમો હળવા કરાયા પછી બ્રિસ્ટલના ધ વૉલન્ટિયર ટેવર્ન પબના માલિકોએ પબ ખોલવાની તૈયારી કરી, પરંતુ કવિઓ-વાર્તાકારોને ગમી જાય એવા કારણસર પબનું ઓપનિંગ મુલતવી રાખવામાં આવ્યું છે. એ મધુર અને સૌ ખુશ થઈ જાય એવું કારણ શું હતું એ જાણીને તમને પણ આનંદ થશે. પબની સાથેના બગીચામાં એક ઝાડ પર પંખીએ માળો બાંધીને ઈંડાં મૂક્યાં હતાં. એ બાબત જાણવા મળતાં પબના માલિકોએ માળામાં પંખીઓનો કિલકિલાટ ન ગુંજે ત્યાં સુધી પબનું રીઓપનિંગ નહીં કરવાનો નિર્ણય લીધો હતો. પબ શરૂ થયા પછી રોજિંદા શોરબકોરની શક્યતાને ધ્યાનમાં રાખતાં એ વાતાવરણમાં પંખીનો માળો વિખેરાઈ ન જાય એની તકેદારી રાખતાં માલિકોએ આવો નિર્ણય લીધો હતો. ધ વૉલન્ટિયર ટેવર્ન પબના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં પોસ્ટ કરવામાં આવેલી તસવીરમાં ઝાડ પર પંખીનો માળો અને એમાં ભૂરા રંગનાં ઈંડાં જોવા મળે છે.

આ પહેલાં પણ પંખીનો માળો બનેલો હતો, પરંતુ લોકોની અવરજવરને કારણે ઈંડાં ફૂટી ગયાં હતાં. એને કારણે ત્યાર બાદ ઘણા વખત સુધી કોઈ પંખી અહીં માળો બાંધવા આવતું નહોતું. હવે જ્યારે માળો બંધાયો છે ત્યારે પબનો માલિક એને ડિસ્ટર્બ કરવા નથી માગતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK