બ્રિટનનું ૪૫ રૂમવાળું આ ઘર ૧૯૪૮ કરોડ રૂપિયામાં વેચાશે

Updated: Jan 12, 2020, 10:01 IST | Mumbai Desk

ચેઉન્ગ ચુંગભાઈ આટલું મોંઘુંદાટ બિલ્ડિંગ ખરીદ્યા પછી એને અપાર્ટમેન્ટ્સમાં કન્વર્ટ કરી દેવા માગે છે અને એમાંથી ૭૦૦ મિલ્યન પાઉન્ડ એટલે કે લગભગ ૬૫૦૦ કરોડ રૂપિયા ઊભા કરી શકશે.

ચીનના અબજોપતિ ચેઉન્ગ ચુંગ કિઉ ૨૧ કરોડ પાઉન્ડ એટલે કે અંદાજે ૧૯૪૮ કરોડ રૂપિયામાં લંડનના હાઇડ પાર્ક સામેનું ૪૫ રૂમનું મૅન્શન ખરીદીને નવો વિક્રમ કરવાની તૈયારીમાં છે. ચાર માળનું ૬૨,૦૦૦ ચોરસ ફુટનું મકાન સાઉદી અરેબિયાના મરહૂમ પ્રિન્સના વારસદારો વેચી રહ્યા છે. એ વારસદારો વતી સ્વિસ વેલ્થ મૅનેજર ઇલી ચેમત વેચાણની કામગીરી સંભાળી રહ્યા છે. આ સોદો લંડનમાં સૌથી મોટું સિંગલ પ્રૉપર્ટી સેલ ગણાય છે. ચેઉન્ગ ચુંગભાઈ આટલું મોંઘુંદાટ બિલ્ડિંગ ખરીદ્યા પછી એને અપાર્ટમેન્ટ્સમાં કન્વર્ટ કરી દેવા માગે છે અને એમાંથી ૭૦૦ મિલ્યન પાઉન્ડ એટલે કે લગભગ ૬૫૦૦ કરોડ રૂપિયા ઊભા કરી શકશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK