ગુડ ન્યુઝ : બ્રિટન આવતા મહિનાથી જ કોરોના વૅક્સિન આપવા માંડશે

Published: 9th October, 2020 10:36 IST | Agency | London

કોરોના સામે ઝઝૂમી રહેલા વિશ્વ માટે એક સારા સમાચાર છે. બ્રિટનમાં આવતા મહિનાથી કોરોના વાઇરસની રસી મોટાપાયે આપવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

કોરોના સામે ઝઝૂમી રહેલા વિશ્વ માટે એક સારા સમાચાર છે. બ્રિટનમાં આવતા મહિનાથી કોરોના વાઇરસની રસી મોટાપાયે આપવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. બ્રિટનની નૅશનલ હેલ્થ સિસ્ટમ ક્રિસમસ સુધી દેશમાં પાંચ જગ્યાએ રસી લગાવવાની સુવિધા આપવા જઈ રહ્યું છે. એના માટે આ સ્થળો પર હજારો એનએચએસ જવાનો તહેનાત કરવામાં આવશે. દરરોજ ઓછામાં ઓછા ૧૦,૦૦૦ લોકોને કોરોનાની રસી આપવાની યોજના છે.

બ્રિટિશ અખબાર ‘ધ સન’ના એક રિપોર્ટ મુજબ રસી માટે કોરોના વાઇરસ સંક્રમણથી સૌથી વધુ ખતરાનો સામનો કરી રહેલા લોકોને સૌથી પહેલાં બોલાવવામાં આવશે. કોરોનાની રસી આપવા માટે લીડ્સ, હલ અને લંડનમાં કેન્દ્રો બનાવવામાં આવશે. આ કેન્દ્રો પર તાલીમાર્થી નર્સ અને પૅરામેડિક્સને તહેનાત કરવામાં આવશે. આ ઉપરાંત મોબાઇલ યુનિટ પણ તૈયાર કરવામાં આવશે જે જરૂરિયાતમંદ લોકો અને કૅર હોમ્સ સુધી જશે.

યુકેની સરકારે રસીને મંજૂરી આપતાં પહેલાં ૧૦ કરોડ ડૉઝનો ઑર્ડર આપી દીધો છે. ઑક્સફર્ડની રસી વ્યક્તિને બે વાર આપવી પડશે. આથી બ્રિટિશ સરકારની મુશ્કેલી વધી ગઈ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK