લગ્નના એક અઠવાડિયા પછી ખબર પડી કે દુલ્હન તો છોકરો છે

Published: 12th November, 2014 03:07 IST

ઉત્તર પ્રદેશના બિહારીપુર ગામના બાલક રામને હીરો બનવાનું ફિતૂર માથે સવાર થયું હતું. તેના નખરાંને કારણે ૩૭ વર્ષની ઉંમરે પણ તે હજી કુંવારો હતો.


uttar pradesh


પરિવારજનોને લાગતું હતું કે એક વાર તેનાં લગ્ન થઈ જશે પછી બધું બરાબર થઈ જશે. જોકે દીકરાને યોગ્ય કન્યા મળતી ન હોવાથી પરિવારજનોએ એક ડાન્સ-ગ્રુપ ચલાવતા હુકમ સિંહને કન્યા બતાવવા માટે કહેલું. હુકમ સિંહે ૫૦,૦૦૦ રૂપિયામાં સરસ અને સુંદર પત્ની અપાવવાનું કહેલું. બીજી નવેમ્બરે હુકમ સિંહ બાલક રામ અને તેનાં માતા-પિતાને મથુરામાં રહેતી ૨૯ વર્ષની રાજકુમારી નામની છોકરીને મળવા લઈ ગયો અને પહેલી જ મુલાકાતના ૪૮ કલાકમાં તો ઘડિયાં લગ્ન લેવાઈ ગયાં. હુકમ સિંહને પૈસા પણ અપાઈ ગયા. લગ્ન પછીના એક અઠવાડિયા સુધી નવીનવેલી દુલ્હને ઘૂંઘટ ઉઠાવ્યો જ નહોતો એટલે બાલક રામને ખબર જ નહોતી કે પોતાની દુલ્હન કેવી લાગે છે. થોડાક દિવસ પહેલાં ગામના કેટલાક લોકોએ ઘરની અંદર જોયું તો નાનકડો છોકરો સાડી વીંટાળી રહ્યો હતો. આ છોકરો બીજું કોઈ નહીં પણ નવી દુલ્હન બનીને બેઠો હતો. ૧૫ વર્ષના રાજકુમાર નામના આ છોકરાને નકલી વહુ બનવા માટે વચેટિયાએ ૧૦,૦૦૦ રૂપિયા આપવાનું કહ્યું હતું. હવે પોલીસ વચેટિયા હુકમ સિંહની તલાશમાં છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK