પાંઉ-બ્રેડના ભાવમાં વધારો થશે

Published: 10th August, 2012 07:22 IST

ઘઉં, વનસ્પતિ તેલ અને ખાંડ સહિત પાંઉ અને બ્રાઉન બ્રેડ બનાવવા માટે વપરાતી ચીજવસ્તુઓના ભાવમાં થયેલા વધારાને પગલે મુંબઈમાં લાદી પાંઉ અને પૅકેજ્ડ પાંઉમાં બે રૂપિયા તથા બ્રાઉન બ્રેડના ભાવમાં ચાર રૂપિયાનો વધારો તોળાઈ રહ્યો છે. આને પગલે બ્રેડ અને પાંઉનો વપરાશ થતો હોય એવી આઇટમો જેવી કે વડા-પાંઉ, સૅન્ડવિચ, બ્રેડ-બટર, પાંઉ-ભાજી, ઉસળ અને મિસળ-પાંઉ મોંઘા થશે.

 

આમ પણ છેલ્લા કેટલાક દિવસથી મુંબઈગરા મોંઘવારીથી પીસાય છે ત્યારે આ ભાવવધારો એની કમર તોડી નાખશે.

 

ટૂંક સમયમાં બેકરીની બીજી આઇટમો જેવી કે બિસ્કિટ, નાનખટાઈ, ખારી અને ટોસ્ટના ભાવમાં પણ વધારો જોવા મળશે. સુધરાઈએ બેકરીને આપવામાં આવતા વૉટરચાર્જનો ભાવ પણ ૧૦૦૦ લિટરના ૧૮ રૂપિયાથી વધારીને ૪૦ રૂપિયા કરી દીધો છે. વળી પ્રતિ યુનિટ પાવરના ભાવમાં પણ એક રૂપિયાનો વધારો થયો છે. આ તમામની અસર પણ બેકરીઓ પર પડી રહી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK