બટર, ચીઝ, જૅમ, ચૉકલેટ સ્પ્રેડ દ્વારા બ્રેડ-આર્ટ

Published: Sep 04, 2020, 11:40 IST | Mumbai correspondent | Mumbai

બ્રેડ પર જાતજાતનાં કાર્ટૂન કૅરેક્ટર્સ, પ્રાણીઓ તેમ જ ફળ-ફૂલોની હરીભરી દુનિયા રીક્રીએટ કરે છે.

બ્રેડ આર્ટ
બ્રેડ આર્ટ

બ્રેડની સાથે બટર, ચીઝ, ફ્રૂટ જૅમ, પીનટ બટર કે નટેલા જેવાં સ્પ્રેડ લગાવીને તો બધાએ ખાધા હશે, પણ આવા સ્પ્રેડ દ્વારા બ્રેડ પર મનમોહક આર્ટ તૈયાર કરવાનું કામ જપાનના એક પ્રતિભાશાળી ફૂડ-આર્ટિસ્ટ કેન્ટચી કરે છે. તેઓ બ્રેડ પર જાતજાતનાં કાર્ટૂન કૅરેક્ટર્સ, પ્રાણીઓ તેમ જ ફળ-ફૂલોની હરીભરી દુનિયા રીક્રીએટ કરે છે. આ બ્રેડ-આર્ટની કળા કેન્ટચીએ ગયા વર્ષે જાતે જ ટાઇમપાસ માટે ક્રીએટ કરી હતી. એ વખતના પ્રયત્નોમાં તેઓ કંઈક શીખી રહ્યા હોય એવા પ્રયોગ હતા, પણ હવે તેમણે તૈયાર કરેલી બ્રેડ પરના સ્પ્રેડની આર્ટ શાનદાર છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK