Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Boys Locker Room Case: GFની તસવીરો અપલોડ કરવાથી નારાજ વિદ્યાર્થી

Boys Locker Room Case: GFની તસવીરો અપલોડ કરવાથી નારાજ વિદ્યાર્થી

08 May, 2020 06:44 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Boys Locker Room Case: GFની તસવીરો અપલોડ કરવાથી નારાજ વિદ્યાર્થી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બૉયઝ લૉકર રૂમ ગ્રુપના એક વિદ્યાર્થીએ આ બાબતનો પર્દાફાશ કરી દીધો છે. હકીકતે, તેની ગર્લફ્રેન્ડની અશ્લીલ તસવીર ગ્રુપમાં અપલોડ કરવામાં આવી હતી, જેને જોઇને તે ગુસ્સે થયો હતો અને તેણે ગર્લફ્રેન્ડને માહિતી આપતાંની સાથે જ સ્ક્રીનશૉટ લીક કરી દીધો. અહીં ગ્રુપમાં કેટલાક વિદ્યાર્થીઓએ પૂછપરછમાં જણાવ્યું કે તેમને ગ્રુપના કારનામાની માહિતી ન હતી.

સૂત્રો પ્રમાણે દિલ્હી પોલીસ ગ્રુપના બધાં 27 વિદ્યાર્થીઓને પૂછપરછ કરી ચૂકી છે. જેમાં ખબર પડી છે કે ગ્રુપ એપ્રિલમાં બનાવવામાં આવ્યું હતું. એડમિને પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું કે ગ્રુપમાં સામેલ બધાં વિદ્યાર્થીઓને તે ઓળખતો નથી. કેટલાક મિત્રોના કહેવા પર તેણે તેમને ગ્રુપમાં એડ કર્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓએ પોલીસને સ્પષ્ટતા કરી છે કે તેમને તે સમયે ગ્રુપના ઉદ્દેશ્ય વિશે માહિતી નહોતી. ગ્રુપમાં સામેલ થયા પછી તેમણે જોયું કે વિદ્યાર્થીઓ અશ્લીલ વાતો કરતાં હતા. તે છોકરીઓની અશ્લીલ ફોટોઝ નાખી રહ્યા હતા. તેમણે ગ્રુમાં કોઇ જ અશ્લીલ ચૅટિંગ નથી કરી.



સૂત્રો પ્રમાણે એડમિને મિત્રના કહેવા પર એક વિદ્યાર્થીને ગ્રુપમાં એડ કરી દીધો હતો. ગ્રુપમાં જોડાતાં જ તે વિદ્યાર્થીનું ધ્યાન મહિલા મિત્ર પર પડ્યું તો તે ડઘાઇ ગયો. તેણે સ્ક્રીન શૉટ લઈને તરત જ મહિલામિત્રને મોકલી દીધો અને તેણે ફોન કરીને કહ્યું કે બૉયઝ લૉકર રૂમ ગ્રુપ વિશે બધી વાતો કહી દીધી. તેણે પોતાના અન્ય મિત્રો સાથે વાતચીત કર્યા પછી સ્ક્રીનશૉટ વાયરલ કરી દીધો.


તો, સાઇબર સેલના ડીસીપી અન્યેષ રાયનું કહેવું છે કે જેવું વિદ્યાર્થીઓને કેસ નોંધાવાના સમાચાર મળ્યા એડમિને તરત જ ગ્રુપ ડિલીટ કરી દીધો. તો વિદ્યાર્થીઓએ ચેટ ડિલીટ કરીને સાક્ષ્ય ખતમ કરી દીધા. એવામાં વિદ્યાર્થીઓના દાવાની તપાસ માટે તેમના મોબાઇલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તપાસમાં જેમના વિરુદ્ધ સાબિતી મળશે. તેમને આરોપી ઠેરવવામાં આવશે. સાથે જ વિદ્યાર્થીઓના નિવેદનની હકીકત તપાસવા સાઈબર સેલે ઇન્સ્ટાગ્રામ પરથી ગ્રુપ વિશે ટૂંક સમયમાં જ વિસ્તૃત માહિતી આપવાની માગ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે ઇન્સ્ટાગ્રામ પાસેથી રિપોર્ટ આવ્યા પછી હકીકતનો તાગ મેળવી શકાશે.


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2020 06:44 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK