Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > 'Boys Locker Room' આખરે કેવી રીતે સામે આવ્યો મામલો, જાણો આખી ઘટના

'Boys Locker Room' આખરે કેવી રીતે સામે આવ્યો મામલો, જાણો આખી ઘટના

11 May, 2020 02:34 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

'Boys Locker Room' આખરે કેવી રીતે સામે આવ્યો મામલો, જાણો આખી ઘટના

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


'બૉયઝ લૉકર રૂમ' ઇન્સ્ટાગ્રામ મામલો પીડિત અને આરોપીની વચ્ચે લડાઇ પછી ચર્ચામાં આવ્યો છે. જો કે, પોલીસને આ વિશે કોઇ પણ ફરિયાદ મળી નથી અને ન તો તેમને બ્લેકમેઇલની આ રમત વિશે કોઇ પણ માહિતી હતી. છેલ્લા પાંચ દિવસથી ચાલતી દિલ્હી પોલીસ સાઇબર સેલની તપાસમાં આ તપાસમાં આ તથ્યો સામે આવ્યા છે. આ મામલે 15થી વધારે લોકોની સાઇબર સેલ દ્વારા અત્યાર સુધી પૂછપરછ કરવામાં આવી છે. પોલીસે 10 મોબાઇલ ફોન પણ જપ્ત કરી લીધા છે. જેમ-જેમ મામલાની તપાસ આગળ વધતી જાય છે, તેમ તેમ આમાં સામેલ લોકો પોતાને છુપાવતાં હોય તે જોવા મળે છે.

દિલ્હી, ગુરુગ્રામ અને નોએડા સુધી થઈ રહી છે તપાસ



દિલ્હી પોલીસ સાઇબર સેલ સાથે જોડાયેલા એક શીર્ષ અધિકારી દ્વારા આ બધાં તથ્યો વિશે ખબર પડી છે. નામ ન છાપવાની શરતે, અધિકારીએ કહ્યું, "હકીકતે ચેન ફક્ત દિલ્હી સુધી સીમિત નથી. આ હવે ગુરુગ્રામ અને નોએડા સુધી પણ પહોંચી છે. અત્યાર સુધીની તપાસ દરમિયાન, નોએડાની એક પ્રમુખ અંગ્રેજી સ્કૂલ જ્યાં એક વિદ્યાર્છથી ભણે છે. આ વિદ્યાર્થી વિરુદ્ધ કેટલીર સાબિતીઓ પણ મળી છે. જોકે, આ મુખ્ય આરોપીનો મોબાઇલ ફોન મામલો સામે આવ્યા પછી બ્લૉક કરી દેવામાં આવ્યો છે."


"જ્યારે મુખ્ય ષડયંત્રકારીનો મોબાઇલ નથી, તો શું તપાસ ઘણાં સમય સુધી અટકી રહેશે?"

IANSના એક સવાલના જવાબમાં, સાઇબર સેલ અધિકારીએ કહ્યું, "ના, એવું નથી. આરોપીની છેલ્લી લોકેશન સીડીઆર (કૉલ ડિટેલ રિપોર્ટ)માં તે નંબરની ખબર પડી હતી જેના પર આરોપી વધારે સમય સુધી વાત કરતો. આ મામલે તે મોબાઇલ નંબર ધારકોની કોઇ ભૂમિકા નથી. હવે એ પણ ખબર પડી ગઈ છે કે, મુખ્ય આરોપી વિદ્યાર્થી પહેલાથી મસ્તીખોર હતો અને તેના સ્કૂલ રેકૉર્ડ્સ પણ સારાં નથી.""શું સ્કૂલે પણ એવા વિદ્યાર્થીઓ વિરુદ્ધ કોઇ કઠોર કાર્યવાહી કરી છે?" તેનો જવાબ આપતાં સાઇબર સેલના એક સભ્યએ કહ્યું, ના, અમારી તપાસની સ્કૂલની એક્શન સાથે સાથે કોઇ જ સંબંધ નથી. અમે આ વિદ્યાર્થી વિરુદ્ધ આખા મામલાના સાક્ષીઓ અને સાક્ષ્યોની શોધ કરી રહ્યા છીએ. અત્યારે આ વિદ્યાર્થી અને તેનો પરિવાર પોતાના ઘરે મળ્યા નથી. તેથી જ્યાં સુધી આ વિદ્યાર્થી મળી ન જાય, અમે (દિલ્હી પોલીસ સાઇબર સેલ) કોઇ પણ નિશ્ચિત નિર્ણય પર પહોંચી શકતાં નથી. "


"શું અન્ય બધાં આરોપી પણ પોતાના મોબાઇલ સ્વિચ ઑફ કરીને ગાયબ થઈ ગયા?"
દિલ્હી પોલીસ સાઇબર સેલ ટીમના એખ સભ્યએ કહ્યું, "ના, એવું નથી. મોટાભાગના આરોપી અને પીડિત અમારી સાથે છે. કેટલાકે પોતાના ફોન સ્વિચ ઑફ કરી દીધા ચે. પણ તેમની સીડીઆર અમારી સાથે છે. તો પોલીસની ટીમ તેમની શોધમાં છાપેમારી કરી રહી છે."

અધિકારીએ કહ્યું કે, "લૉકડાઉન ચાલી રહ્યું છે તેથી કારણ વગર દરેક જગ્યાએ છાપેમારી કરવી યોગ્ય નથી. અને પછી આ મામલે મોટાભાગના કિશોર પણ સામેલ છે. જ્યારે પોલીસ ટીમ છાપેમારી કરે છે કો પાડોશી પણ હેરાન થઈ શકે છે. સામાજિક ગરબડીને કારણે અમે કોરોના સંક્રમણથી બચવાનું પણ ધ્યાન રાખવાનું રહેશે. અમે ફક્ત ત્યાં જ જઈ રહ્યા છીએ જ્યાં અમને 99 ટકા આરોપી કે પીડિતોના હોવાની આશા છે."

"ઇન્સ્ટાગ્રામ પરથી દિલ્હી પોલીસ સાઇબર સેલને અત્યાર સુધી મળેલી માહિતી કેટલી ઉપયોગી છે?"
પૂછવા પર ટીમના એક સભ્યએ જણાવ્યું કે, "કંઇ ખાસ ફાયદો નથી. અમને અમારી પોતાની તપાસથી ઘણી વધારે સામગ્રી મળી છે જે ઇન્સ્ટાગ્રામે આપી છે. જોકે, અમને ઇન્સ્ટાગ્રામ કરતાં પણ વધારે માહિતી મળી અને આ તપાસમાં સામેલ કરવામાં આવી. કારણકે કાયદાકીય રીતે તો એ મહત્વપૂર્ણ છે."

"આ કેસ પોલીસ દ્વારા ઉજાગર કરવામાં આવ્યો નહોતો, ગ્રુપમાં અંદરોઅંદર થયેલી લડાઇને કારણે આ કેસની માહિતી મળી. આ ત્યારે સામે આવ્યો જ્યારે ગ્રુપના એક મેમ્બરે પોતાની સહપાઠીની તસવીરો પર અશ્લીલ ટિપ્પણીઓ કરવાનું શરૂ કરી દીધું. પછી અંદરોઅંદર લડાઇ થઈ અને તેના સ્ક્રીનશૉટ સામે આવ્યા."

કોણે બનાવ્યો ગ્રુપ
આ ઇન્સ્ટાગ્રામ ગ્રુપનો એ઼મિન નોએડાની એક મોટી અંગ્રેજી સ્કૂલનો 12મા ધોરણનો વિદ્યાર્થી છે. જેણે ત્રણ-ચાર મિત્રો સાથે મળીને 'બૉયઝ લૉકર રૂમ' નામનું ઇન્સ્ટાગ્રામ પર ગ્રુપ બનાવ્યું હતું, અત્યાર સુધી, 27 વયસ્ક અને નાબાલિક આ કેસ સાથે જોડાયા છે. દિલ્હી પોલીસ સાઇબર સેલે આ 27 વ્યક્તિઓ વિશે ઇન્સ્ટાગ્રામ પાસેથી લિખિતમાં કેટલાક સાક્ષ્ય/માહિતી માગી હતી જેથી અસલી ષડયંત્રકારીની શોધ થઈ શકે અને પીડિતોને બચાવી શકાય.

Whatsapp-channel Whatsapp-channel

11 May, 2020 02:34 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK