ત્રણ સવારી બાઈક અકસ્માતમાં લાલબાગ ફ્લાયઓવરથી નીચે પટકાયો છોકરો

Published: 28th September, 2012 09:11 IST

ત્રણ છોકારઓ ગણેશ પંડાલમાંથી દર્શન કરીને ઘરે જતી વખતે લાલબાગ ફ્લાયઓવર પર અકસ્માત નડતાં એક છોકરો ફ્લાયઓવર પરથી પટકાયો હતો.28 સપ્ટેમ્બર, 2012, મુંબઈ

બુધવારે રાત્રે ત્રણ છોકરાઓ એક જ બાઈક પર સીએસટીથી ગણેશ પંડાલના દર્શન કરીને ઘરે પરત જઈ રહ્યાં હતાં.

આ દરમ્યાન લાલબાગ ફ્લાયઓવર પર એક કારને જોઈને બાઈક સવારને તે કાર ચાલતી હતી તેમ દેખાઈ હતી. પરંતુ હકીકતમાં તે કાર ઊભી રહી હતી અને તેમ માલૂમ પડતાં બાઈક ચાલક અશોક સ્વામીએ જોરથી બ્રેક મારી હતી. જેના પરિણામે ત્રણમાંથી વચ્ચે બેઠેલો બીજા નંબરનો છોકરો અહમદ શેખ ફોર્સના કારણે સીધો ફ્લાયઓવર પરથી નીચે ભક્તોની ભીડમાં જઈને પટકાયો હતો. જો કે નીચે ભીડમાં પડ્યો હોવાથી તેનો જીવ બચી ગયો હતો પરંતુ પગમાં ફ્રેક્ચર તેમ જ ચહેરા પર ઈજા થઈ હતી.Ashok Swami

બાઈક ચલાવનાર અશોક સ્વામી


જ્યારે અન્ય બે બાઈક પર સવાર છોકરાઓ ફ્લાયઓવર પર પડ્યાં હતાં જેમને પણ ગંભીર ઈજા થવા પામી હતી.


Ahmad Sheikh


અહમદ શેખ, બાઈકમાં વચ્ચે બેઠો હતો


ત્રણેયને સારવાર્થે તાત્કાલિક કેઈએમ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. રાજેશ પ્રજાપતિ નામના ત્રીજો છોકરો જે છેલ્લે બેઠેલો હતો તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યારે અન્ય બે ને પણ દાખલ કરાયા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK