Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > રાજકોટના ક્રિસ્ટલ મોલમાં યુવતીની છેડતી કેસમાં બંને પક્ષોએ કરી ફરીયાદ

રાજકોટના ક્રિસ્ટલ મોલમાં યુવતીની છેડતી કેસમાં બંને પક્ષોએ કરી ફરીયાદ

22 November, 2019 02:45 PM IST | Rajkot

રાજકોટના ક્રિસ્ટલ મોલમાં યુવતીની છેડતી કેસમાં બંને પક્ષોએ કરી ફરીયાદ

ક્રિસ્ટલ મોલ, રાજકોટ

ક્રિસ્ટલ મોલ, રાજકોટ


રાજકોટના હાર્દસમા ક્રિસ્ટલ મોલમાં ગુરૂવારે એક યુવતીની છેડતીની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ગુરૂવારે યુવતી પોતાન પરિવાર સાથે ક્રિસ્ટલ મોલમાં ફિલ્મ જોવા ગયા હતા. ત્યારે અમુક અજાણ્યા શખ્સોએ તેની છેડતી કરી હતી. આ દરમ્યાન યુવતીના પિતાએ પ્રતિકાર કરતા છેડતી કરનારા શખ્સોએ પિતા તેમજ ભાઇને માર માર્યો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. યુવતીના પરિવારજનોએ પોલીસને જાણ કરતા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો કાફલો ક્રિસ્ટલ મોલ ખાતે પહોંચી ગયો હતો.

તો બીજી તરફ શખ્સો સામે આ તમામ આરોપ લાગેલા છે. તરુણીના પરિવારજનો વિરુદ્ધ એટ્રોસિટી દાખલ કરવા બાબતે યુનિવર્સિટી પોલીસમાં અરજી કરી છે. ક્રિસ્ટલ મોલમાં બનેલ બનાવ અંગે બંને પક્ષો તરફથી સામસામી અરજી કરવામાં આવી છે. ત્યારે હાલ પોલીસે બંને પક્ષોની અરજી સ્વીકારી પોલીસ તપાસ શરૂ કરી છે.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

તરૂણીના પિતા અને ભાઇએ પણ પ્રતિકાર કર્યો
મળતી માહિતી પ્રમાણે એક તરૂણી વિશે કેટલાક શખ્સોએ અભદ્ર ટિપ્પણી કરી હતી. જે બાદ તરૂણીના પિતા અને અભદ્ર ટિપ્પણી કરનારા શખ્સોને વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી. જે બાદ અભદ્ર ટીપ્પણી કરનારા શખ્સોએ પોતાના અન્ય મિત્રોને બોલાવીને તરૂણીના પિતા માતા તેમજ ભાઈને માર માર્યો હતો. આ સમયે અભદ્ર શખ્સોએ તરૂણીના પિતાએ અને ભાઈ પર હુમલો કરતા તેમણે પ્રતિકાર કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

22 November, 2019 02:45 PM IST | Rajkot

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK