છત્તીસગઢના બસ્તર જિલ્લામાં લગ્નની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં રહેનારા એક યુવકે એક જ મંડપમાં પોતાની બન્ને ગર્લફ્રેન્ડ્સ સાથે લગ્ન કરી લીધા છે. તે બન્ને સાથે ઘણાં સમયથી રિલેશનશિપમાં હતો. પાંચ જાન્યુઆરીના થયેલા લગ્ન સમારંભમાં 500 મહેમાન સામેલ થયા. ચંદૂ મૌર્યના આ લગ્નનો ઇન્વિટેશન કાર્ડ અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. ચંદૂ કહે છે કે કારણકે તે બન્નેને પ્રેમ કરે છે, તેથી કોઇક એકને દગો આપી શકતો નહોતો. હકીકતે, આ બધું ત્રણ વર્ષ પહેલા શરૂ થયું હતું, જ્યારે 24 વર્ષીય ચંદૂ મૌર્ય ટોકાપલ વિસ્તારમાં વીજળીને થાંભલા લગાડવા ગયો હતો. ત્યાં તેની મુલાકાત 21 વર્ષની સુંદરી કશ્યપ સાથે થઈ. બન્નેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો.
બન્નેએ મોબાઇલ ફોન ખરીદીને વાતચીત શરૂ કરી અને આ દરમિયાન તેમનો લગ્ન કરવાનો પણ પ્લાન બની ગયો. એક વર્ષ પછી, 20 વર્ષી યુવતી હસીના બધેલ ચંદૂના ગામડે પહોંચી. ત્યાં તે પોતાના સંબંધીઓનો લગ્ન અટેન્ડ કરવા આવી હતી. આ વખતે ફરી તે જ થયું, જે પહેલા થયું હતું. હસીનેએ ચંદૂને જોયો અને તેને પ્રેમ થઈ ગયો. જ્યારે હસીનાએ ચંદૂ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો ત્યારે તેણે જણાવી દીધું કે એક છોકરી સાથે રિલેશનશિપમાં છે, પણ હસીનાએ ટેલીફોન દ્વારા રિલેશનશિપ રાખવાની વાત કરી. ચંદૂએ સહયોગી અંગ્રેજી અખબાર હિન્દુસ્તાન ટાઇમ્સને જણાવ્યું, "હસીના અને સુંદરી, બન્નેની એક-બીજા સાથે ઓળખાણ થઈ ગઈ અને તેમને મારી સાથે રિલેશનશિપમાં રહેવામાં કોઇ આપત્તિ પણ નથી. અમે લોકો ફોન પર પણ વાતચીત કરતા હતા આ દરમિયાન હસીના મારા ઘરે આવી અને રહેવાનું શરૂ કરી દીધું."
જ્યારે સુંદરીને ખબર પડી કે હસીના ચંદૂ સાથે ઘરે રહેવા લાગી છે તો તેણે પણ કંઇક આવું જ કર્યું. ત્યાર પછી ત્રણેય એક પરિવારની જેમ ઘરમાં રહેવા લાગ્યા. જણાવવાનું કે ચંદૂના ઘરવાળા પાસે બે એકર જમીન છે, જેનાપર તે ખેતી કરે છે. અમુક મહિના પછી, ગ્રામવાસીઓએ ચંદૂને લિવ-ઇન રિલેશનશિપને લઈને પ્રશ્નો પૂછવાનું શરૂ કરી દીધું. તેના પછી, ચંદૂએ એક જ સમયે બન્ને સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો.
'બન્ને કરે છે મને પ્રેમ, નહીં કરી શકું દગો'
ચંદૂએ આગળ જણાવ્યું, "લોકોના સવાલોથી દુઃખી થઈ ગયો હતો. મેં બન્ને સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો, કારણકે બન્ને મને પ્રેમ કરે છે. હું તેમને દગો નહીં આપી શકું. બન્નેએ એ પણ નક્કી કર્યું કે તે હંમેશાં મારી સાથે રહેશે." લગ્નમાં લગભહ 500 જેટલા લોકો આવ્યા હતા. ચંદૂએ જણાવ્યું કે હસીનાના પરિવારજનો લગ્નમાં આવ્યા હતા, પણ સુંદરીના ઘરવાળા નહોતા આવ્યા. સુંદરીનું માનવું છે કે એક દિવસ એવો આવશે, જ્યારે તેના ઘરવાળા પણ માની જશે. તેણે કહ્યું, "બન્ને માતા પિતા મારાથી ખુશ નથી, પણ મને વિશ્વાસ છે કે આ ફેરફાર થશે. હસીના અને હું બન્ને ચંદૂ સાથે ખુશ છીએ અને હંમેશાં સાથે રહેશું."
Share market : શૅર માર્કેટમાં જબરદસ્ત ધડાકો, સેન્સેક્સ 938 અંક તૂટ્યું
27th January, 2021 16:21 IST'સ્કિન ટૂ સ્કિન કૉન્ટેક્ટ વગરનો સ્પર્શ યૌન અપરાધ નથી' - SCએ મૂક્યો સ્ટે
27th January, 2021 13:24 ISTદીપ સિદ્ધૂ: ખેડૂત આંદોલનમાં ચર્ચાઈ રહેલ આ શખ્સ કોણ છે? જાણો શું છે આખો મામલો
27th January, 2021 12:35 ISTદેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 12,689 કોરોનાના કેસ, 97% લોકો થયા સાજા
27th January, 2021 12:13 IST