Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > બન્ને સેના એકસાથે જ હટે : ભારતની ચીન સામે ડિમાન્ડ

બન્ને સેના એકસાથે જ હટે : ભારતની ચીન સામે ડિમાન્ડ

18 October, 2020 11:21 AM IST | Mumbai
Agencies

બન્ને સેના એકસાથે જ હટે : ભારતની ચીન સામે ડિમાન્ડ

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો


પૂર્વ લદાખ સરહદ પર તણાવ ખતમ કરવા માટે ચાલી રહેલી વાતચીત વચ્ચે ચીનના ઇરાદા સફળ નથી થઈ રહ્યા. તેણે શરત રાખી હતી કે પહેલાં ભારતીય સેના પૈન્ગૉન્ગ લેકના દક્ષિણ કિનારા પર ઍડ્વાન્સ્ડ પૉઝિશનથી પાછળ જાય. ભારતે ચીનને સ્પષ્ટ કહી દીધું છે કે જો સેનાઓ હટશે તો બન્ને તરફથી હટશે. એક તરફની ઍક્શન નહીં હોય. ધ ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ ભારતે ચીનના અતિક્રમણનો જવાબ આપતાં સાત જગ્યાઓ પર લાઇન ઑફ ઍક્ચુઅલ કન્ટ્રોલને પાર કરી છે.
ઑગસ્ટના અંતમાં ભારતીય સૈનિકોએ ચુશૂલ સબ-સેક્ટરમાં પોતાના પૅટ્રોલિંગ પૉઇન્ટથી આગળ જઈને ઍડ્વાન્સ્ડ પૉઝિશન્સ પર પકડ કરી. હવે આ વિસ્તારમાં ભારતનો દબદબો છે. બીજી તરફ ચીની ટુકડીની નજર પણ સ્પાંગુર ગૈપની સાથે મોલ્દો પર છે. આ ઘટનાક્રમ બાદ ચીનનું વર્તન બદલાયું છે. રિપોર્ટ મુજબ આપણે સાત જગ્યાઓ પર એલએસી પાર કરી છે. ન્યુઝપેપરમાં સૂત્રના ઉલ્લેખથી કહેવાયું છે કે શું તમને લાગે છે કે ચીન હવે ટેબલ પર વાતચીત માટે તૈયાર છે? તેમણે કહ્યું, હાલની વાતચીતમાં તે ઇચ્છતા હતા કે ભારત પહેલાં દક્ષિણ કિનારાની પૉઝિશન ખાલી કરી દે. ભારતે માગણી કરી કે એકસાથે બન્ને પક્ષ લેકના બન્ને કિનારાથી પાછળ હટે.


Whatsapp-channel Whatsapp-channel

18 October, 2020 11:21 AM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK