અંકિતા શાહ
મુંબઈ, તા. ૧૯
બોરીવલીની ૧૭ વર્ષની ખુશાલી પંચાલ કાંદિવલીના કિલર ફાટકનો ઉપયોગ કરીને ટ્રૅક ક્રૉસ કરી રહી હતી ત્યારે ટ્રેનની અડફેટે આવતાં ઘટનાસ્થળે મૃત્યુ
જોકે આ કિલર ફાટક પર ઍક્સિડન્ટનો સિલસિલો થમવાનું નામ નથી લેતો. શનિવારે બપોરે સાડાત્રણ વાગ્યે ૧૭ વર્ષની ગુજરાતી યુવતી ખુશાલી પંચાલ ટ્રૅક ક્રૉસ કરીને જઈ રહી હતી ત્યારે ટ્રેનની અડફેટે આવતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. તેની બૉડી લોકલ ટ્રેનના વ્હીલમાં જ ફસાઈ ગઈ હતી અને એને લીધે તેનું માથું ફૂટી ગયું હતું.
પરિવાર પર આભ તૂટી પડ્યું
શનિવારે બપોરે સાડાત્રણ વાગ્યે આ ઘટના બની ત્યારે એ નજરે જોનારા પ્રવાસીએ પોલીસને કહ્યું હતું કે ‘ખુશાલી ફાટકમાંથી પ્લૅટફૉર્મ નંબર ત્રણ તરફ એન્ટ્રી મારી રહી હતી ત્યારે વિરારની ફાસ્ટ લોકલ દહિસર તરફ જઈ રહી હતી એની અડફેટે આવી ગઈ હતી. ઘટનાસ્થળ પાસેથી ખુશાલીની કૉલેજનું આઇ-કાર્ડ મળી આવ્યું હતું એની મદદથી રેલવેપોલીસે તેના પરિવારને દુર્ઘટના બાબતે ઇન્ફૉર્મ કર્યું હતું.’
બોરીવલી (વેસ્ટ)ના સોનીવાડીમાં આવેલા ગોકુળ રેસિડન્સીમાં રહેતી ખુશાલીના જવાથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું અને તેઓ કંઈ બોલે એવી સ્થિતિમાં નહોતા, પરંતુ ખુશાલીના પિતા કમલેશભાઈએ દુર્ઘટના બની અને તેમની દીકરીનું ઍક્સિડન્ટમાં મૃત્યુ થયું હોવાની વાત સ્વીકારી હતી.
ટ્રેન ઊભી રાખીને નીચેથી કાઢી
ખુશાલી અડફેટે આવતાં ટ્રેન ઊભી રહી ગઈ હતી અને હમાલોએ ટ્રેનની નીચેથી તેને કાઢી હતી. તેનું આખું માથું લોહીલુહાણ થઈ ગયું હતું અને બન્ને હાથનાં હાડકાં તૂટી ગયાં હતાં. તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ઍક્સિડન્ટ વિશે બોરીવલી જીઆરપી (ગવર્નમેન્ટ રેલવે પોલીસ)ના સિનિયર ઇન્સ્પેક્ટર પી. એમ. કાર્યકર્તેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૭ વર્ષની ખુશાલી કમલેશ પંચાલ શનિવારે બપોરે સાડાત્રણ વાગ્યે ટ્રૅક ક્રૉસ કરી રહી હતી અને અચાનક પાછળથી ટ્રેન આવી રહી હોવાની તેને ખબર ન પડતાં તે એની અડફેટે આવી ગઈ હતી, જેમાં તેનું માથું ફાટી ગયું હતું અને ઘટનાસ્થળે જ મૃત્યુ પામી હતી. તેને પોસ્ટમૉર્ટમ માટે ભગવતી હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યાર બાદ તેનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. બોરીવલી પોલીસે ઍક્સિડેન્ટલ ડેથનો ગુનો નોંધ્યો હતો.’
અઠવાડિયામાં ત્રણ ઍક્સિડન્ટ
ઑક્ટોબર મહિનામાં અત્યાર સુધીમાં દહિસરથી ગોરેગામના ભાગમાં વીસ જેટલા ઍક્સિડન્ટ નોંધાયા છે, જ્યારે છેલ્લા અઠવાડિયામાં ત્રણ ઍક્સિડન્ટ કાંદિવલી સ્ટેશન પાસે થયા છે.
ટ્રેનમાં ભુલાઈ ગયેલું લૅપટૉપ યુવતીને પાસવર્ડ પ્રોટેક્ટેડ ન હોવાને લીધે મળ્યું
24th February, 2021 09:16 ISTમુંબઈ : 100 ટકા લોકલની સામે 50 ટકા પૅસેન્જર્સ
24th February, 2021 07:27 ISTબેદરકાર મુંબઈગરાઓને લીધે કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી...રેલવે સ્ટેશનો પર માર્શલ લૉ
17th February, 2021 08:18 ISTMP Bus Accident: કેનાલમાં પડી ગઈ 54 યાત્રીઓની બસ, 30નું મોત; 7 ઘાયલ
16th February, 2021 14:10 IST