બોરીવલી સ્ટેશન પર પણ બનશે ઇમર્જન્સી મેડિકલ રૂમ

Published: 7th October, 2011 16:51 IST

ઇમર્જન્સીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે રેલવે-પ્રિમાઇસિસમાં રેલવેના સત્તાવાળાઓ દ્વારા ઇમર્જન્સી મેડિકલ રૂમ બનાવવામાં આવે એવી ભલામણ મુંબઈ ડિવિઝનના ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)ના કમિશનર પ્રભાત કુમારે કરી હતી.

 

એમાં બોરીવલી રેલવે-સ્ટેશન સહિત અનેક મેઇન સ્ટેશનોનો સમાવેશ થાય છે. હાલમાં ઇમર્જન્સી મેડિકલ રૂમ સેન્ટ્રલ રેલવેના દાદર રેલવે-સ્ટેશન પર માર્ચ મહિનાથી ઈજા પામેલા લોકોને સારવાર મળે એ માટે શરૂ કરવામાં આવ્યો છે.

જીઆરપીના કમિશનરે સેન્ટ્રલ રેલવે અને વેસ્ટર્ન રેલવેના સત્તાવાળાઓને લેટર લખીને ભલામણ કરી હતી, જેમાં છ રેલવે-સ્ટેશનો પર ઇમર્જન્સી મેડિકલ રૂમ બનાવવાનું સજેશન આપ્યું હતું. એમાં વેસ્ટર્ન રેલવેમાં બોરીવલી, વસઈ અને પાલઘર જેવાં રેલવે-સ્ટેશનનો સમાવેશ થાય છે; જ્યારે સેન્ટ્રલ રેલવેનાં થાણે, કુર્લા અને કલ્યાણ જેવાં રેલવે-સ્ટેશનનો સમાવેશ થાય છે.

જીઆરપીના કમિશનર પ્રભાત કુમારે આ વિશે જણાવ્યું હતું કે ‘ઈજા પામેલી વ્યક્તિની જિંદગી બચાવવા માટે ગોલ્ડન અવર (એક કલાકનો સમય) ખૂબ જ મહkવનો હોય છે. જો જલદી મેડિકલ સારવાર મળે તો ઘણા લોકોની જિંદગી બચી શકે છે. જે છ સ્ટેશનો પર ઇમર્જન્સી મેડિકલ રૂમ ઊભો કરવાનું સજેશન આપવામાં આવ્યું છે એ સેક્શનમાં ભૂતકાળમાં ઍક્સિડન્ટ ખૂબ જ થતા આવ્યા હતા.’

એક રેલવે-ઍક્ટિવિસ્ટે કરેલી જનહિતની અરજી પર દાદર પર ઇમર્જન્સી મેડિકલ રૂમ શરૂ કરવાનો મુંબઈ હાઈ કોર્ટે રેલવેના સત્તાવાળાઓને આદેશ આપ્યો હતો, જેથી ઈજા પામેલી વ્યક્તિને તરત જ સારવાર મળી રહે. હાઈ કોર્ટનો આદેશ હતો કે દાદર રેલવે-સ્ટેશન પર બનાવવામાં આવેલા અત્યાધુનિક મેડિકલ રૂમને પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવે અને ત્યાર પછી એ મૉડલને અડૉપ્ટ કરીને બીજાં સ્ટેશનો પર બનાવવામાં આવે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK