તેમનું કહેવું છે કે તેઓ ઉચ્ચ પોલીસ-અધિકારીઓને આ કેસ સૉલ્વ કરવા સહાય કરી રહ્યા છે અને બહુ જ ટંૂક સમયમાં પોલીસ આરોપી સુધી પહોંચી શકે એવી શક્યતાઓ છે.
બોરીવલી (વેસ્ટ)ની જાંબલી ગલીના વૈભવ અપાર્ટમેન્ટમાં રહેતા અને ચંદાવરકર રોડ પરના વિક્ટોરિયા બિલ્ડિંગમાં ભાવિન સ્ટીલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ધરાવતા ભાવિન શાહ સાથે આ છેતરપિંડી વ્યાવસાયિક રીતે કરવામાં આવી છે. તેમની કંપની ભાવિન સ્ટીલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે વપરાતા ટીએમટી બાર્સ સપ્લાય કરે છે, જેમાં મોટી કન્સ્ટ્રક્શન કંપનીઓ સહિત એમએમઆરડીએ (મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી)ના જાણીતા કૉન્ટ્રૅક્ટર જે. કુમારનો પણ સમાવેશ છે. એ સિવાય તેમની કંપની માઇલ્ડ સ્ટીલના રાઉન્ડ, ઍન્ગલ, બિમ અને ચૅનલ પણ સપ્લાય કરે છે. ભાવિન શાહે નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ ૩થી ૨૦ નવેમ્બર દરમ્યાન થયેલી આ છેતરપિંડીની શરૂઆતમાં બે આરોપીઓ રાઘવન ઉર્ફે રવિ અને મનીષ ગંધારીએ તેમને તેઓ આંધ્ર પ્રદેશની જાણીતી કંપની જેએસડબ્લ્યુ સ્ટીલના પ્રતિનિધિઓ હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ તેમણે ભાવિન શાહની કંપનીને સ્ટીલ સપ્લાય કરવાનો ઑર્ડર લીધો હતો. સારી ઑફર માનીને ભાવિને રોકડ રકમ બૅન્કમાં જમા કરી દીધી હતી. છેતરપિંડી કરવા જેએસડબ્લ્યુ સ્ટીલના બનાવટી પ્રતિનિધિઓ બનેલા રાઘવેન્દ્ર અને મનીષ ગંધારીએ તેમના અન્ય એક સાગરીત હનુમંતરાવની મદદ લઈને આંધ્ર
પ્રદેશની આંધ્ર બૅન્કની રામપોયાદાવરમ બ્રાન્ચમાં જેએસડબ્લ્યુ સ્ટીલ કંપનીના નામનું એક ખાતું ખોલાવ્યું હતું. ભાવિન સ્ટીલના અકાઉન્ટમાંથી ત્યાર બાદ ૩,૮૫,૧૧,૦૫૦ રૂપિયા એ અકાઉન્ટમાં આરટીજીએસ (રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ) સિસ્ટમ હેઠળ ટ્રાન્સફર કર્યા હતા. આ સિસ્ટમમાં પૈસાની ટ્રાન્સફર એક બૅન્કથી બીજી બૅન્ક વચ્ચે થાય છે, જેમાં કોઈ જ વેઇટિંગ પિરિયડ નથી હોતો. એક વાર ટ્રાન્ઝૅક્શન પ્રોસેસ થાય એટલે તરત જ બીજી બૅન્કમાં પૈસા ટ્રાન્સફર થઈ જાય છે. આ પેમેન્ટ ફાઇનલ હોય છે અને એને પાછું ખેંચી શકાતું નથી. ભાવિને તેમનો સંપર્ક કરવાની કોશિશ કરતાં ફોન બંધ આવ્યા હતા અને તેમની ઑફિસમાં તાળું હતું. આમ છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં ભાવિન શાહે એ વિશે બોરીવલી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
વડોદરામાં સોની પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ, 3 સભ્યોનાં મૃત્યુ
4th March, 2021 10:00 ISTબોરીવલી પટેલ સમાજ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મિત ઇલેવન ચૅમ્પિયન
28th February, 2021 12:34 ISTકોરોનાને લીધે બોરીવલીના દેરાસરમાં રાખેલો ચાતુર્માસનો જયોત્સવ રદ
25th February, 2021 09:05 ISTવિલે પાર્લેમાં અમર નાઇક ગૅન્ગનો ગૅન્ગસ્ટર ઝડપાયો
14th February, 2021 12:14 IST